૧.૩૩ લાખ કરદાતાઓએ વેરા પેટે મહાપાલિકાની તિજોરીમાં ‚રૂ.૯૧ કરોડ જમા કરાવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલી વેરામાં વ્યાજ માફી યોજના અને ૧૦ ટકા રીબેટ યોજના આગામી ૩૧મી મેના રોજ પૂર્ણ ઈ રહી છે. આજ સુધીમાં આ બન્ને યોજનાનો લાભ લેતા ૧.૩૩ લાખ કરદાતાઓએ વેરા પેટે મહાપાલિકાની તિજોરીમાં ૯૧ કરોડ ‚પિયા જમા કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત વેરામાં વ્યાજ માફી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં બાકીદારોનું ૧૫ ી ૧૦૦ ટકા સુધીનું વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવે છે. અગાઉ બે તબકકામાં આ યોજનાની અમલવારી કરાયા બાદ મુદતમાં એક માસનો વધારો કરવામાં આવ્યો હતો. વ્યાજ માફી યોજનાની મુદત આગામી ૩૧મી મેના રોજ પૂર્ણ ઈ રહી છે.

આ ઉપરાંત પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે મહાપાલિકા વેરામાં વળતર યોજના અમલમાં મુકે છે. જેમાં એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને શ‚આતમાં બે માસ વેરામાં ૧૦ ટકા જયારે મહિલા કરદાતાઓને વિશેષ ૫ ટકા વળતર સો કુલ ૧૫ ટકા વળતર આપવામાં આવે છે. આગામી ૩૧મી મેના રોજ ૧૦ ટકા રિબેટ યોજના પણ પૂર્ણ ઈ રહી છે. ત્યારબાદ જૂન માસમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાની વેરામાં ૫ ટકા અને મહિલા કરદાતાને વિશેષ ૫ ટકા વળતર સો કુલ ૧૦ ટકા રિબેટ આપવામાં આવશે. ચાલુ સાલના બજેટમાં ટેકસ બ્રાન્ચને ‚ા.૨૫૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં ૯૧.૨૩ કરોડ ‚પિયાની વસુલાત ઈ જવા પામી છે. ટેકસ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાનુસાર વેરામાં વ્યાજ માફીની યોજના પૂર્ણ તાની સો જ ફરી રીઢા બાકીદારો સામે હાર્ડ રીકવરીનો દૌર શ‚ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.