કાર મળી રૂ.૬.૧૧ લાખનો મુદામાલ કબજે: બે મંદિર સહિત આઠ સ્થળે ચોરી કર્યાની કબુલાત
સુરેન્દ્રનગર જિલ્લા સહિત આંતર જિલ્લાને ધમરોળતી તસ્કર ટોળકીને એસઓજીના સ્ટાફે જોરાવરનગરમાંથી ચાર શખ્સોને ઝડપી લઈ કાર સહિત રૂ.૬.૧૧ લાખનો મુદામાલ કબજે કરી આઠ જેટલી ચોરી કર્યાની કબુલાત આપી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા આર્થિક ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીએ આપેલી સુચનાને પગલે એસઓજીના પીઆઈ ખુમાનસિંહ એ.વાળા સહિતનો સ્ટાફ જોરાવરનગરના બાકરથરી ગામ નજીક હનુમાનજીના મંદિર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નિકળેલા કાર અને બે બાઈકને અટકાવી તલાશી લેતા ગેસ કટરના બે બાટલા, બે ટીવી સાથે ગણપત લક્ષ્મણ પારઘી, ખાનદાસ જેરામદાસ વાઘેલા, મયુર હરીલાલ સોલગામા અને સતીષ મહેન્દ્ર શ્રીમાળીની રૂ.૬.૧૧ લાખના મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જોરાવરનગર, સુરેન્દ્રનગર, વિરમગામ, બોટાદ અને અમદાવાદ સહિત આઠ સ્થળેથી ચોરી કરી જેમાં બે મંદિર ચોરી અને એટીએમને નિશાન બનાવ્યાની કબુલાત આપી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com