સિસ્ટર નિવેદિતાશૈક્ષણીક સંકુલ દ્વારા બીનાબેન વીરાણીની સ્મૃતિમાં
સિસ્ટર નિવેદિતા શૈક્ષણીક સંકુલનીસુવર્ણજયંતિ મહોત્સવની ઉજવણી તેમ જ સિસ્ટમ નિવેદિતા સાર્ધશતાબ્દી વર્ષની ઉજવણીનાં ઉપક્રમે તાજેતરમાં આંતર રાજકોટ બેડમિન્ટન, કથ્થક તથા ભરત નાટયમ નિર્દશનનું આયોજન કરવામાં આવેલ. બન્ને કાર્યક્રમોમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોએ એફ.બી.વીરાણીના અઘ્યક્ષપદે તથા ગૌરીબેન વીરાણી, આનદભાઇવીરાણીનું અતિથિ વિશેષ પદે શીલ્ડ, રોકડ પારિતોષિત તથા પ્રમાણપત્રઅર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ.
કાર્યક્રમના અઘ્યક્ષપદે પધારેલએફ.બી. વિરાણીએ પોતાના ઉધબોધનમાં જણાવ્યું હતું કે આજથી ૬૦ થી ૭૦ વર્ષ પહેલા જે જમાનામાંક્ધયા કેળવણીની શરુઆત હતી ત્યારે શાળા, કોલેજમાં અભ્યાસ કાર્યનીસાથે રમતગમત ઉપરાંત કથક નૃત્યની સાત વર્ષ તાલીમ બીનાબેને લીધેલ હતી. આજ તેમની પુણ્યતિથિએ તેમને ગમતે અને ભાવી પેઢીને પ્રેરણાદાયી એવી બે સ્પર્ધાઆ બેડમિન્ટન સ્પર્ધા અને કથક ભરત નાટયમ નિદર્શનનું આયોજન કરવાથી તેમને સ્વર્ગમાં પણ આનંદ પ્રાપ્ત થશે. તેમ જ દરેક ભાગ લેનાર વિઘાર્થીઓને આર્શીવચન આપેલા.
અતિથિઓના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ કથ્થક નૃત્ય નિદર્શનનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં વિષ્ણુ વંદના, વિલંબીત તીન તાલ, ભૂમિ મંગલમ, તોડા ટુકડા, ગુરુ વંદના તથા મઘ્યલી તીનતાલ, તાલ એક તાલ, તાલ ઘમાર, શ્રી કૃષ્ણ વંદના, કાન્હાગીત, કાન્હા સૌજા જરા જા તોસે નાહી બોલુ, હોલી ગીત, કાન્હા રે કાન્હા રે: ભરતમ નાટય નૃત્ય શૈલીમા ફયુઝન શૈલી (ગુરુ બ્રહા+ મન મોહીની + શિવ તાડવ) હાં રજુ કરેલ જેવી કૃતિઓ રજુ કરવામાં આવેલી.
ઉષાબેન જાનીએમહેમાનોને સ્મૃતિ ચિહન અર્પણ કરેલ. પારિતોષીત વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ગૌરીબેન વિરાણી, વીરાણી પરીવારના સભ્યો, બળવંતભાઇ દેસાઇના હસ્તે બેડમિન્ટન સ્પર્ધાના ૭૫ સ્પર્ધકોને કથ્થક નૃત્ય ભરતનાટયમ નિદર્શનના પર સ્પર્ધકોને તેમ જ તેમને તાલીમ આપનાર ગુરુજનો તથા કોચ અને અભ્યાપરને શીલ્ડ, પ્રમાણપત્ર અને રોડક પારિતોષિત અર્પણ કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ.