સૌરાષ્ટ્રની જુદી જુદી 20 કોલેજના 70થઈ વધુ વિદ્યાર્થીઓએ જુડોના દાવ પેચ ખેલયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે જે અંતર્ગત આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જુડો સ્પર્ધાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રની વિવિધ 20 કોલેજના 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જુડોના દાવપેચ ખેલ્યા હતા સ્પર્ધાની શરૂઆત સવારે 8 કલાકે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટસ ના મેમ્બર ચિંતન રાવલ તેમજ એમ.પી.એડ હેડ જયદીપસિંહ ચોહાણ સહિતનાઓ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય અને ઇન્ડોર સ્ટેડિયમના ઇન્ચાર્જ ચિંતન રાવલે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ વિજેતા બનશે તેઓને આગળ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની કલા બતાવવા તક મળશે.
એમ.પી.એડ જયદીપસિંહ ચૌહાણ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજે જુડો સ્પર્ધામાં ખેલાડીઓએ રસપૂર્વક ભાગ લઈને પોતાના દાવપેચ ખેલી અને કૌવત બતાવ્યું હતું અને યુનિવર્સિટી દ્વારા પણ ભવિષ્યમાં ખેલાડીઓને રમતગમત ક્ષેત્રમાં આગળ જઇ યુનિવર્સીટી નું નામ રોશન કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જુડો સ્પર્ધાના સ્પર્ધક જોશી વિશાલએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું જેતપુરની જી.કે.સી.કે બોસમિયા કોલેજ જેતપુરમાં ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરું છું.છેલ્લા 2 વર્ષથી હું જુડો રમી રહ્યો છું. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ જુડો સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે અને મારી કોલેજનું ગૌરવ વધાર્યું છે.