2021ના આ ડિજિટલ સમયગાળામાં ઘણા બધા ડિજિટલ ફ્રોડ સામે આવતા હોય છે. આ વાઈટ કોલર ક્રિમિનલ્સ કોઈ પણ જગ્યાએથી પોલીસને તેમની જગ્યાની જાણ ના થાય તેવી ઘાતક રીતે તેઓ લોકોને લૂંટતા હોઈ છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં સામે આવી, પણ સુરત શહેર પોલીસની સરાહનીય અને ચતુરાઈભરી કામગીરીને લીધે અલગ અલગ કંપનીના મોબાઈલ સીમ કાર્ડ સોશ્યલ મીડિયાની ખાસ એપ્લિકેશન મારફત ગુજરાત લાવતા અને આધાર પુરાવા વગર વેચાણ કરનાર શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવાય હતા. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગુન્હાના માર્ગે વળ્યાની ફોટોગ્રાફર આશિષ એ કબૂલાત કરી હતી.
અન્ય આરોપીઓને શોધવા ખાસ ટીમો અન્ય રાજય સુધી દોડાવવા ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને મળેલ વાતને આધારે એડી.પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર સરવૈયાની ટીમે સફળતાનું વધુ એક શિખર સર કર્યું હતું.પીઆઈ આર.એસ.સુવેરા, પીએસઆઈ વી.એસ.જાડેજા સહિતના નાનામાં નાના સ્ટાફે કાબિલેદાદ કામગીરી કરી હોવાનું જણાવી સીપી દ્વારા જનનાવવામાં આવ્યું હતું. આ આધાર પુરાવા વગર પ્રી એકિટવ ડમી સીમ કાર્ડ વેચવાના આંતર રાજ્ય કૌભાંડ પરથી પડદો હટાવવામાં સુરત સ્પેશલ ઓપરેશન ટીમને સફળતા મળી છે.
પોલીસ કમિશનર અજય કુમાર તોમર,એડી.સીપી ક્રાઈમ અને ટ્રાફિક શરદ સિંઘલ,ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહીમાં
એસ.ઓ.જી. પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી. જાડેજાનાઓએ આ પ્રવૃતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી. જે ટીમો દ્વારા શહેર વિસ્તારમાં સિમકાર્ડ વેચાણ કરતા દુકાનદારો, ડીસ્ટ્રીબ્યુટરો, એજન્ટો વિગેરે ઉપર દેખરેખ રાખવામાં આવતો હતી. તે દરમ્યાન ૧ જુલાઈના રોજ એસ.ઓ.જી. શાખાના, એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ, એચસી દામજીભાઈ ધનજીભાઈ, એચસી અશોકભાઈ લાભુભાઈ, એચસી મહેન્દ્રસિંહ દિલીપસિંહ, પીસી અજયસિંહ રામદેવસિંહ નાઓ સાથે સુરત શહેર વિસ્તારમાં ડ્યૂટી પર હતા. તે દરમ્યાન એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈ તથા એચસી દામજીભાઈ ધનજીભાઈ નાઓને બાતમી મળેલ કે, એક ઈસમ કોઈપણ મોબાઈલ સિમકાર્ડ કંપનીનો અધિકૃત વ્યકિત નથી અને તે પોતાની પાસે અલગ- અલગ કંપનીના પ્રિ- એકટીવ કરેલ સિમકાર્ડ રાખી કોઈપણ પ્રકારના આધાર પુરાવા લીધા વગર સિમકાર્ડનું વેચાણ કરવા માટે જના સીએનજી પંપની બાજુમાં ખરવરનગર- ઉધના ઓવર બ્રીજની નીચે ખરવરનગર મેઈન રોડ ઉપર ફરી રહેલ છે. જેના આધારે સદરહુ જગ્યાએ વોચ ગોઠવી આરોપી નામે આશિષભાઈ જશવંતભાઈ માટવલીવાળા (ઉ.વ.૨૦) ધંધો ફોટોગ્રાફી. ફલેટ નં.૧૫/બી ત્રીજા માળે બિલ્ડીંગ નં.૧૫ ખરવરનગર ઉધના સુરતવાળાને ઝડપી પાડી તેની પાસેથી વોડાફોન- આઈડીયા કંપનીના અગાઉથી એકટીવ કરેલા સીમકાર્ડના ૧૭ નંગ મળી આવેલ હતા.
પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, પોતાની આર્થીક પરીસ્થિતિ સારી ન હોવાથી પૈસા માટે તેણે મેસેન્જર અને ટેલિગ્રામ એપ્લિકેશનમાં ‘INDIAN OTP GROUP’ નામના ગ્રુપમાં ઓડીશા રાજય ખાતે રહેતા વોન્ટેડ આરોપીનો સંપર્ક કરેલ અને તેણે અલગ પ્રકારે અન્ય વ્યકિતઓના ડોકયુમેન્ટ મેળવી તેના આધારે વોડાફોન- આઈડિયા કંપનીમાંથી અન્ય વ્યકિતઓના નામે સિમકાર્ડ ઈસ્યુ કરાવેલ હતા અને તેને એકટીવ કરેલ અને તે સિમકાર્ડ સુરત ખાતે કુરિયર દ્વારા ડિલિવરી મેળવેલ હતી. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ ચાલી રહી છે.