રાજકોટ: રેલવેમાં નોકરી અપાવી દેવાના બહાને ઠગ ટોળકીએ છ યુવાનો સાથે 68 લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. આ ટોળકીએ ભોગ બનનારાઓને બોગસ નોકરીના ઓર્ડર તો આપી દીધા હતા, સાથોસાથ લખનઉ પાસે ખોલેલા બોગસ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ પણ આપતા હતા. જેથી ભોગ બનનારાઓને તત્કાળ શંકા ગઈ ન હતી. આ કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાંચે જામનગરના ફલ્લામાં રહેતા શૈલેષ ઉસેટીંગ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને નર્મદાના રાજપીપળા તાલુકાના ઈકબાલ ઉર્ફે મુન્ના ખત્રી વિરુદ્ધ ગુનો નોંધી યુપીના લખનૌ ખાતે રેલવેના બોગસ ટ્રેનિંગ સેન્ટરમાં દરોડો પાડી 3 શખ્સો સહિત 6 શખ્સોની ધરપકડ કરી આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરી કોમ્પ્યુટર, 5 મોબાઈલ, રેલવે અને એસબીઆઈ બેંકના બોગસ સીક્કા મળી મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા શખસોની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ જામનગર રોડ પરના ગોકુલ ટેનામેન્ટમાં રહેતા અને જેટકોમાં નોકરી કરતા ઘનશ્યામસિંહ કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ.40)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું છે કે બે મહિના પહેલાં તેની શેરીમાં રહેતા વલ્લભ પટેલ મારફત આરોપી શૈલેષ ઉર્ફે સેટીંગ કે જેની ઓફિસ લીમડાચોક આલાપ-બીમાં પાંચમા માળે છે, તેની સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, ધો.12 પાસ કે ગ્રેજ્યુએટ થયેલા યુવકોની રેલવેમાં ક્લાર્ક તરીકે ભરતી થવાની છે. જેમાં તેનું સેટિંગ છે. રૂા.15 લાખમાં નોકરી મળી જશે.
ડોક્યુમેન્ટની પીડીએફ ફાઈલ બનાવી સબમીટ કરવાનો ચાર્જ ર6 હજાર થશે. કોઈને નોકરીની જરૂર હોય તો કહેવા અને ગુજરાતમાં પણ તેની બદલી કરાવવાની જવાબદારી હોવાનું કહ્યું હતું. જેથી તેણે લીમડીના ભલગામડામાં રહેતા ભાણેજ મીતરાજસિંહ મયુરધ્વજસિંહ રાણા, હરપાલસિંહ ભરતસિંહ ચુડાસમા, રૂષી હેમાંગ ભટ્ટ, ભાગ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા, વિશ્ર્વરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, જયવીરસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા અને નિરવ દિપકભાઈ મણવર સહિત શખ્સો પાસેથી આ નોકરી અપાવી દેવાના બહાને રૂા.15 લાખ લઈ લીધા હતા.
જયવીરસિંહે તેને કોલ કરી કહ્યું કે તેના રૂપિયા જમા થયા ન હોવાથી તેને ટ્રેનિંગમાં આવવાની મનાઈ કરવામાં આવી છે. સરકારી નોકરીમાં આ રીતે કોઈને કાઢી ન નાખે તેવું જાણતા હોવાથી બધુ ખોટું હોવાની શંકા જાગી હતી. તપાસ કરતા રાજપીપળાની ઈકબાલ ઉર્ફે મુન્નો પણ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળતા ત્રણેય વિરુદ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી ઘનશ્યામસિંહે પોલીસને જણાવ્યું કે, તેના પુત્ર વગેરે મારફત તેને જાણવા મળ્યું કે, લખનઉના રેલવે સ્ટેશન પાસેના ટ્રેનિંગ સેન્ટરમાં બીજા રાજ્યોના 30 યુવકો પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જે જોતા આ કૌભાંડ આંતરરાજ્ય હોવાની શંકા દર્શાવવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાંચ દ્વારા માહિતી એકઠી કરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ મનોજ અગ્રવાલના બેંચમેન્ટ અને હાલ ઉત્તરપ્રદેશ ખાતે લો એન્ડ ઓર્ડરના ડીજીપી પ્રશાંતકુમાર સાથે સંકલન કરી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
રેલવેના આંતરરાજ્ય કૌભાંડના મુળ સુધી પહોંચવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.કે.ગઢવી, પીએસઆઈ એમ.બી.રબારી, પ્રતાપસિંહ ઝાલા, એભલભાઈ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાએ લીમડા ચોક ખાતે આવેલ આલાપમાં દરોડો પાડી શૈલેષ ઉર્ફે સેટીંગ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસભાઈ શેઠ અને રાજપીપળાના ઈકબાલ અહેમદ ખત્રીને ઉઠાવી લઈ લખનૌ ખાતે ધમધમતા રેલવેના બોગસ ટ્રેનીંગ સેન્ટર ખાતે પોલીસે દરોડો પાડી ટ્રેનીંગ સેન્ટરના સંચાલક હિમાંશુ પાંડે, શશીપ્રદાસ ઉર્ફે અનુપમ ગુપ્તા અને સુરજ મોર્ય, રમેશ મોર્યની ધરપકડ કરી કૌભાંડના મુડીયા ઉખેડી નાખ્યા હતા. ઝડપાયેલા છએ શખ્સો દ્વારા નોકરી માટે બોગસ રેલવેની વેબસાઈટ બનાવી તેમજ એજન્ટો મારફત નોકરી અપાવી દેવા માટે રૂા.15 લાખ તેમજ પીડીએફ ફાઈલના 26 હજાર લઈ તેઓને ગુજરાત ખાતે બદલી કરાવી આપવાની પર બાહેધરી આપતા હતા. ઝડપાયેલા શખ્સો પૈકી કલ્પેશ શેઠ સામે મારામારી તેમજ 4 છેતરપિંડીના ગુના નોંધાયા અને હિંમાશુ પાંડે સામે અપહરણ અને બળજબરીથી પૈસા કઢાવવાના ગુના નોંધાયા છે. લખનૌની રેલવે કોલોની ખાતે ઉભુ કરવામાં આવેલું બોગસ ટ્રેનિંગ સેન્ટરમાંથી કોમપ્યુટર, સીપીયુ, રેલવે અને એસબીઆઈ બેંકના બોગસ સીક્કા તેમજ મોબાઈલ મળી 9000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રેલ્વેની સરકારી મિલકતમાં વગર મંજુરીએ તાલીમ કેન્દ્ર શરૂ કરાયુ હતુ
આરોપીઓ દ્વારા ઉમેદવારોને બોગસ કોલલેટર આપી બાદ તેઓને ટ્રેનીંગમા બોલાવવા નો બોગસ ઓડગર આપવામા આવતો હતો અને જે બોગસ ટ્રેનીંગ સેન્ટર આરોપીઓ દ્વારા લખનઉ આલમબાગ નવસ્તાર કેસરબાગ પોલીસ ચોકી નજીક રેલ્વે કોલોનીમાજ ઉભુ કરવામા આવેલ હતુ જેમા રેલ્વે કોલોનીમા રહેલ અવાવરૂ બીલ્ડીંગ કોઇપણ જાતની સરકારી માંજુરી મેળવ્યા વગર બીલ્ડીંગમા સાફ સફાઇ કરી રીપેરીંગ કરી કલરકામ કરી ટ્રેનીંગ સેન્ટર તથા ઓહફસ ઉભી કરવામા આવેલ હતી.
કૌભાંડ છતુ નથાય તે માટે આ પ્રકારની રખાતી હતી તકેદારી
આરોપીઓ દ્વારા પોતે બોગસ નોકરી અપાવવાનો ગુન્હો આચરતા હોય અને જે તાત્કાલીક છતુ નથાય તેમજ ઉમેદવારો તથા તેના પહરવારને આ કોભાાંડની જલદીથી જાણ નથાય અને વધુ ઉમેદવારો ભોગબનનાર મળી રહે તે માટે બોગસ ચાલતા ટ્રેનીંગ સેન્ટરમા તાલીમાથીઓને એક બીજા સાથે વાતચીત કરવાની મોબાઇલ મેસેજ કરવાની, વોટસએપ ગૃપ બનાવવાની તેમજ એક-બીજા સાથે પરીચય કેળવવાની મનાઇ હતી તેમજ તાલીમાથીઓને જણાવવામા આવતુ કે બધા નોકરીયાત પાસેથી રૂનપયા લેવામા આવેલ નથી જેથી તમોએ આપેલ રૂનપયાની કોઇને વાત કરવી નહી જો વાત કરશો તો તમારો ભાાંડો ફુટીજાશે જેના અને પોલીસ ઇન્કવાયરી થશે તેવો ડર ઉભુ કરવામા આવતો.
બોગસ ઇન્ટરવ્યુ તથા મેડિકલ તપાસણી
આરોપીઓ દ્વારા ઉમેદવારોને નવશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતુ અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતુ અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર નવશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા હોસ્પીટલ ખાતે લઇ જઇ અને પ્રોસેસ થઇ ગયેલ તેમ કહી અને હરપોટગ પોતાની પાસે બારોબાર આવીજશે તેવુ જણાવી ઉમેદવારોનો નવશ્વાસ જીતવામા આવતો.
બોગસ બેંક એકાઉન્ટ ઉભુ કરી પગાર ચુકવાતો
આરોપીઓ દ્વારા ઉમેદવારોને ખરેખર નોકરી મળેલ છે અને રેલ્વે દ્વારા તેમને પગાર પણ ચુકવવામા આવે છે તેવો નવશ્વાસ થાય તે માટે આરોપીઓએ અમદાવાદ યુનીયન બેંક સરદારબાગ શાખા ખાતે આર.આર.બી. કોપોરેશન નામનુ બોગસ બેંક એકાઉન્ટ ઉભુ કરી તે એકાઉન્ટ માથી ઉમેદવારોને પગાર ચુકવવામા આવતો જેથી ઉમેદવારોને રેલ્વે રીકૃરમેન્ટ બોડગમાથી પગાર મળે છે તેવો નવશ્વાસ થતો અને પોતે ખરેખર રેલ્વેના કમગચારી થયેલ છે તેવો ઉમેદવાર તથા તેના પહરવારને નવશ્વાસ રહેતો.
બોગસ વેબસાઇટ સિક્કાઓ તથા ડોકયુમેન્ટ ઉભા કરેલા
આરોપીઓ દ્વારા ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે રીકૃટમેન્ટ કાંટ્રોલ બોડગ ની www.rrb.govrusults.org.in સાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RUSULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલનાંબર નાખવાથી તેનુ RUSULTS દશાગવે છે જેથી ઉમેદવાર યુવાનો તથા તેના પહરવારના સભ્યોને ખરેખર રેલ્વેમાજ નોકરી મળેલ છે તેવો આભાષ તેમજ નવશ્વાસ ઉભો થાય છે તેમજ બેરોજગાર યુવાનોને નોરધન રેલ્વેમા વગગ-3 કલાકગની નોકરી માટેના બનાવટી કોલલેટર, ટ્રેનીંગ ઓડગર, રેલ્વેમા નોકરીના આઇ.ડી. કાડગ, પે સ્લીપ બનાવી આપવામા આવતી.