ઇનોવામાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહી કાર ઉભી રખાવી ચોરી કર્યાની કબુલાત

ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ૨૮ ચોરીનો ભેદ ઉકેલાયો

ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલી પટેલ ધર્મ શાળા પાસેથી ઇનોવામાંથી ઓઇલ ઢોળાતુ હોવાનું કહી રૂ.૪ લાખની થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલા સહિત સાત તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે અમદાવાદના કુબેરનગરમાંથી ઝડપી કરેલી પૂછપરછમાં દિલ્હીના શખ્સોએ ગુજરાત, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ૨૮ ચોરી કર્યાની કબુલાત આપી છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, એએસઆઇ રણજીતસિંહ ઠાકુર, જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી, સંજયભાઇ ‚પાપરા અને બીપીનભાઇ ગઢવી સહિતના સ્ટાફે અમદાવાદના કુબેરનગરમાંથી મધ્ય દિલ્હી ઇન્દ્રપુરી પાસે આવેલી જે.જે.કોલોનીના વિનોદ રાજેન્દ્ર પલની, અ‚મુગમ અલગર મુનીઅપ્પા, અલીમુતુ શ્રીનિવાસ તગલાબુજી મેનપડી, રોહિત અલીમુતુ શ્રીનિવાસ મેનપડી, તનુજાબેન અરીઅપ્પા ગંગારામ મહેન્દ્રકુટી, ગીતાબેન વેંકટેશ શ્રીનિવાસ મેનપડી અને વિષ્ણુ અલીમુતુ શ્રીનિવાસ મેનપડીની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૪.૨૦ લાખ રોકડા, ડી.એલ.૩સી.એએમ. ૧૪૯૩ નંબરની ઇનોવા, સાત મોબાઇલ અને વિદેશી ચલણ મળી રૂ. ૯.૨૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.1 159અક્ષર માર્ગ પર રહેતા કારખાનેદાર પાર્થભાઇ ભરતભાઇ નથવાણી ગત તા.૨૨મીએ પોતાની જી.જે.૩જેઆર. ૯૦૬૩ નંબરની ઇનોવામાં રૂ.૪ લાખ લઇને જઇ રહ્યા હતા ત્યારે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં પટેલ ધર્મ શાળા પાસે પહોચ્યા ત્યારે એક શખ્સે ઇનોવામાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહ્યા બાદ બીજા શખ્સે પણ ઓઇલ ઢોળાતુ હોવાનું કહેતા પાર્થભાઇ નથવાણીએ ઇનોવા ઉભી રાખી બોનટ ખોલી ચેક કરતા હતા તે દરમિયાન ઇનોવાની સીટ પર રાખેલા રૂ.૪ લાખની રોકડ સાથેનો થેલો અજાણ્યો શખ્સ લઇ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ તપાસ દરમિયાન પાંચ શખ્સોના સીસીટીવી ફુટેજ મળતા તેમાં એક શખ્સના હાથમાં થેલો હોવાનું જોવા મળ્યું હતું. તસ્કરોને અમદાવાદના કુબેરનગરમાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી તસ્કરો પરિવાર સાથે જુદા જુદા શહેરમાં ફરી બેન્કની આજુ બાજુમાં વોચ કરી પૈસા લઇને નીકળતી વ્યક્તિનો પીછો કરી ઓઇલ ઢોળાતું હોવાનું કહી કાર ઉભી રખાવી રોકડ રકમ સાથેનો થેલો ઉઠાવી જતા હોવાની કબુલાત આપી છે.

તસ્કર ગેંગે ગુજરાતમાં અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત અને રાજકોટ મળી આઠ તેમજ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ૨૦ સહિત કુલ ૨૮ સ્થળેથી લાખોની ચોરી કર્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.