મોદી સ્કુલમાં વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોદી સ્કુલની બધી બ્રાંચ વચ્ચે ઈન્ટરસ્કુલ વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં પહેલા બિલ્ડીંગ વાઈઝ પ્રથમ રાઉન્ડ, દ્વિતીય રાઉન્ડમાં ધોરણ પ્રમાણે અને તૃતિય રાઉન્ડ સેમીફાઈનલ રાઉન્ડ રાખવામાં આવેલ ત્યારબાદ મોદી ઈન્ટરસ્કુલના ફાઈનલ રાઉન્ડની વકતૃત્વ સ્પર્ધા વી.જે.મોદી સ્કુલ ખાતે રાખવામાં આવ્યું હતું. મારી પ્રિય ઋતુ, રંગોનું મહત્વ, રીશેષનું મહત્વ, ફલેક્ષ ડે, અમારા વિચારો, આપણા તહેવારો, જીવનમાં ટેકનોલોજીનું મહત્વ, મારા જીવનનું લક્ષ્ય, માય નેશનલ હિરો, ગ્રાન્ટ પેરેન્ટસનું મહત્વ, મારી મનપસંદ રમત મારા સ્વપ્નની પ્રતિક્રિયા વગેરે ટોપીક પર દરેક બાળકોએ સુંદર પર્ફોમન્સ આપેલ હતું. વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
તેમાં ધો.૧,૨ (ગુજરાતી માધ્યમ)ના ગ્રુપમાં પ્રથમ સ્થાને ગાંધી દેવાંશી, દ્વિતીય સ્થાને વઘાસીયા દર્શન અને તૃતિય સ્થાને બાબરીયા સ્નેહ આવેલ હતા. ધો.૧,૨ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાને વોરા હર્ષ, દ્વિતીય સ્થાને રાણપરા વીર તેમજ તૃતીય સ્થાને નીર્મલ મને પ્રાપ્ત કરેલ. ધો.૩,૪ (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પ્રથમ સ્થાને ચાવડા ધાર્મી, દ્વિતીય સ્થાને દેસાઈ જેનિલ અને તૃતિય સ્થાને દવે કેદાર હતા. તેમજ (અંગ્રેજી માધ્યમ)માં પ્રથમ સ્થાને આચાર્ય દિયા, દ્વિતીય સ્થાને માયાણી ખ્યાતિ અને તૃતીય સ્થાને લિંગોડીયા આસીન આવેલ. તેમજ અંગ્રેજી માધ્યમમાં પ્રથમ સ્થાને તન્ના બાદલ, દ્વિતીય સ્થાને શેઠ ફેયા અને તૃતિય સ્થાને શાહ કાવ્યા આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓની સફળતાને શાળાના ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરીવારે બિરદાવી હતી.