8 ઓગસ્ટથી 21 ડિસેમ્બર સુધી વિવિધ 54 રમતો રમાશે: 8 ઓગસ્ટે રાજકોટની ગર્વમેન્ટ લો કોલેજ આયોજીત ભાઇઓ-બહેનો માટે આંતર કોલેજ ચેસ સ્પર્ધાથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ-2023-2024નું સ્પોર્ટ્સ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. 8 ઓગસ્ટથી 21 ડિસેમ્બર સુધી વિવિધ 54 રમતો રમાશે. 8 ઓગસ્ટે રાજકોટની ગર્વમેન્ટ લો કોલેજ આયોજીત ભાઇઓ-બહેનો માટે આંતર કોલેજ ચેસ સ્પર્ધાથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. જો કે, હજુ ક્રિકેટ અને શુટિંગ રેન્જ આ બંને રમતોની તારીખો આવતા દિવસોમાં જાહેર થશે. મળતી માહિતી મુજબ….
- 8 ઓગસ્ટે રાજકોટની ગર્વમેન્ટ લો કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની ચેસ ટુર્નામેન્ટ રમાશે. ત્યારબાદ
- 11 ઓગસ્ટે રાજકોટની પંચશીલ બી.એડ. કોલેજ દ્વારા બહેનોની બેડમિન્ટન સ્પર્ધા અને 12 તારીખે ભાઇઓની બેડમિન્ટન સ્પર્ધા યોજાશે.
- 13 ઓગસ્ટે રાજકોટની કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓ-બહેનો માટેની ક્રોસ ક્ધટ્રી સ્પર્ધા યોજાશે.
- 14 ઓગસ્ટે રાજકોટની સાધુ વાસવાણી કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની કરાટે સ્પર્ધા,
- 17 ઓગસ્ટે સાધુ વાસવાણી કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની જીમ્નાસ્ટીક સ્પર્ધા,
- 19 ઓગસ્ટે ટંકારાની મહેશ શ્રી બી.એડ. કોલેજ દ્વારા મહિલાઓની વોલીબોલ સ્પર્ધા જ્યારે ભાઇઓની વોલીબોલ સ્પર્ધા 20 ઓગસ્ટે યોજાશે.
- 24 ઓગસ્ટે રાજકોટની ગર્વમેન્ટ લો કોલેજ દ્વારા ભાઇઓની ટેબલ ટેનીસ, 25 ઓગસ્ટે બહેનોની ટેબલ ટેનીસ સ્પર્ધા યોજાશે.
- 26 ઓગસ્ટે રાજકોટની સાધુ વાસવાણી કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની ટગ ઓફ વોર સ્પર્ધા યોજાશે.
- 10 સપ્ટેમ્બરના રોજ મોરબીની નવયુગ કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની યોગા સ્પર્ધા યોજાશે.
- 11મી સપ્ટેમ્બરના રોજ કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની જુડ્ડો અને 12 સપ્ટેમ્બરે મહિલા જુડ્ડો સ્પર્ધા યોજાશે.
- 14 સપ્ટેમ્બરના રોજ કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની સ્વિમીંગ સ્પર્ધા યોજાશે.
- 17 સપ્ટેમ્બરના રોજ ધ્રોલની યુ.પી.ઇ.ટી. મહિલા કોલેજ દ્વારા મહિલાઓની હોકી સ્પર્ધા અને 18 સપ્ટેમ્બરે ભાઇઓની હોકી સ્પર્ધા પંચશીલ બી.એડ. કોલેજ દ્વારા યોજાશે.
- 20 સપ્ટેમ્બરના રોજ કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની નેટબોલ અને 21 સપ્ટેમ્બરે બહેનોની નેટબોલ સ્પર્ધા યોજાશે.
- 22 સપ્ટેમ્બરના રોજ પડધરીની કવિદાદ આર્ટ્સ કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની આર્ચરી સ્પર્ધા યોજાશે.
- 24 સપ્ટેમ્બરના રોજ કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની રોડ સાયક્લીંગ સ્પર્ધા યોજાશે.
- 25 સપ્ટેમ્બરના રોજ એચ.એલ.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ભાઇઓની કબડ્ડી જ્યારે બહેનોની કબડ્ડી સ્પર્ધા 27મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.
- 29મી સપ્ટેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની બાસ્કેટ બોલ સ્પર્ધા જ્યારે બહેનોની બાસ્કેટ બોલ સ્પર્ધા 30મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.
- 3 ઓક્ટોબરે જાફરાબાદની ગર્વમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ભાઇઓની ખો-ખો સ્પર્ધા જ્યારે બહેનોની ખો-ખો સ્પર્ધા 4 ઓક્ટોબરે યોજાશે.
- 6 ઓક્ટોબરે ભાઇઓ-બહેનોની લોન ટેનીસ સ્પર્ધા યોજાશે.
- 1લી નવેમ્બરે શારીરીક શિક્ષણ વિભાગ દ્વારા મહિલા ફૂટબોલ સ્પર્ધા જ્યારે
- 2 નવેમ્બરે કવિશ્રીદાદ કોલેજ દ્વારા ભાઇઓની ફૂટબોલ સ્પર્ધા યોજાશે.
- 4 નવેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની વેઇટ લીફ્ટીંગ સ્પર્ધા જ્યારે
- 5 નવેમ્બરે બહેનોની વેઇટ લીફ્ટીંગ સ્પર્ધા યોજાશે.
- 6 નવેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની પાવર લીફ્ટીંગ સ્પર્ધા જ્યારે
- 7 નવેમ્બરે બહેનોની પાવર લીફ્ટીંગ સ્પર્ધા યોજાશે.
- 8 નવેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની હેન્ડબોલ સ્પર્ધા જ્યારે
- 9 નવેમ્બરે બહેનોની હેન્ડબોલ સ્પર્ધા યોજાશે.
- 10 નવેમ્બરે પંચશીલ બી.એડ. કોલેજ દ્વારા ભાઇઓ-બહેનોની વુડબોલ સ્પર્ધા યોજાશે.
- 12 ડિસેમ્બરે શારિરીક શિક્ષણ ભવન દ્વારા ભાઇઓ-બહેનોની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે.
- 18 ડિસેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા બહેનોની સોફ્ટબોલ સ્પર્ધા જ્યારે
- 19 ડિસેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા બહેનોની બેઝબોલ સ્પર્ધા યોજાશે.
- 20 ડિસેમ્બરે કોટક સાયન્સ કોલેજ દ્વારા ભાઇઓની સોફ્ટબોલ અને
- 21 ડિસેમ્બરે ભાઇઓની બેઝબોલ સ્પર્ધા યોજાશે.
ઉલ્લેખનીય છે કે હજુ શુટિંગ અને ક્રિકેટની કોઇ તારીખો બહાર પડી નથી. આગામી દિવસોમાં બંનેની તારીખ જાહેર થશે.