ધોરાજીમાં નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એલ એલ. ભટ્ટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ધોરાજીની મુખ્ય બજારો અને ભીડભાડ વાળા વિસ્તારમાં ટ્રાફિક ને નડતરરૂપ લારી ગલ્લા,આડેધડ રીતે પાર્કિંગ થયેલા વાહનો તેમજ વેપારીઓ દ્વારા દુકાન બહાર કાઢેલા ઓટલા ,પાટીયા,ખસેડવાની ખાસ ઝુંબેશ ધરાઈ હતી. જેમાં ત્રણ દરવાજા, ગેલેક્સી ચોક, મુખ્ય બજાર મા ટ્રાફિક સમસ્યા દૂર કરાઈ હતી. તેમજ શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ, ટ્રાફિક સમસ્યા અંને કાયદો વ્યવસ્થાની સ્થિતી દુરસ્ત કરવાની પ્રાથમિકતા રેહશે તેમ પોલીસ ઇન્સ્પેકટર એલ.એલ. ભટ્ટ એ જણાવ્યું હતું.
ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ નિયમિત ચલાવાશે.. આજરોજ હાથ ધરાયેલ ટ્રાફિક ઝુંબેશ થી શહેર ની સાંકડી બજારો એકાએક પહોળી થઇ ગઈ હતી.પોલીસ કામગીરી થી રાહદારીઓ અને વાહનચાલકો એ પોલીસ કાર્યવાહીની પ્રશંસા કરી હતી