રાજકોટ રેલવે સ્ટેશન પર સ્વતંત્રતા પર્વે મુસાફરોની સુરક્ષા માટે રેલવે સુરક્ષા બળ અને રેલવે પોલીસે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની સાથે સઘન તપાસ અભિયાન ચલાવ્યું હતુ રાજકોટ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ, સ્ટેશન પરિસર, બુકિંગ ઓફિસ, પાર્કિંગ એરિયા, વગેરે જગ્યાએ તપાસ કરી હતી.
આ ઉપરાંત ટ્રેનોમાં પણ યાત્રીકોનો સામાન ચેક કરાયો હતો. આ તપાસ દરમ્યાન રેલવે સુરક્ષા બળનો ૨૮ સ્ટાફ, જીઆરપીના ૯ તથા આર.પી. એફનો ડોગ સ્કવોડ સામેલ થયા હતા.