જામનગરની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી . જામનગરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં લારી કે દુકાનો માં સોસ્યલ ડિસ્ટન્સ નો અભાવ કે માસ્ક ન પહેર્યા હોય તેવા વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં જામનગર ના ખોડિયાર કોલોની , રણજીતનગર, નિલકમલ સોસાયટી, ક્રિસટલમોલ વગેરે જગ્યા એ જામનગર ના ડેપ્યુટી ડી.ડી.ઓ. અને યુ. એચ.સી. ના હેડ ને સાથે રાખી કરવામાં આવી હતી. આ તમામ કામગીરી જામનગર એસ્ટેટના રાજભા જાડેજા ની રાહબરી માં કરવામાં આવી હતી.