તા.૨૮ થી ૩૦/૭/૨૦૨૦ ના રોજ ઇન્ડસ્ટ્રિઝ, ગેરેજ, સાઇકલ સર્વીસ સ્ટેશન, બાંઘકામ સાઇટ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, બાંઘકામ સાઇટ, પેટ્રોલ પં૫, સ્કુલ સહિતની ૨૨૭ પ્રિમાઇસીસની તપાસ કરતા રહેણાંક સહિત ૨૨૬ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા રૂા.૩૮,૫૦૦/- નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો |
ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. આથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવા રોગો ને અટકાવવા માટે દરવર્ષે જુલાઈ માસ ‘’ડેન્ગ્યુ વિરોધી માસ’’ તરીકેની ઉજવણી કરી ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવામાં આવે છે.
હાલ અનુકૂળ તા૫માન, ભેજ તથા ચોમાસા ઋતુને કારણે ઢેર – ઢેર જમા પાણીના કારણે મચ્છર ઉત્પતિમાં વધારો થવાની શકયતા છે. ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવતા એડીસ મચ્છરની ઉત્૫તિ માનવસર્જિત પાત્રો જેવા કે સિમેન્ટના ટાંકા, બેરલ, કેરબા, પક્ષીકુંજ, પશુને પાણી પીવાની કુંડી, સીડી નીચેના ખુલ્લા ટાંકા, ફુલદાની, ફ્રીજની ટ્રે, કૂલર, અગાસી અને છજજામાં સંગ્રહિત થતા વરસાદના પાણી તથા અન્ય સુશોભન માટેના છોડ માટે રાખેલ બોટલ, ટાયર, ભંગાર વગેરેમાં થાય છે.
ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા સ્થળોએ ડેન્ગ્યુ રોગ ફેલાવવાની સંભાવના વઘુ રહે છે. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે માન. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અન્વયે આરોગ્ય શાખા દ્વારા આવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્૫તિ સબબ ખાસ ચેકીંગ હાથ ઘરે છે.
આ ચેકીંગ અભિયાન સંદર્ભે તા.૨૮/૭/૨૦૨૦ થી તા.૩૦/૭/૨૦૨૦ દરમ્યાન ઇન્ડસ્ટ્રિઝ, ગેરેજ, સાઇકલ સર્વીસ સ્ટેશન, બાંઘકામ સાઇટ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, બાંઘકામ સાઇટ, પેટ્રોલ પં૫, સ્કુલ સહિત ની ૨૨૭ પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે જણાવેલ ૧૨૮ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની / વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.
- ગિરનાર મારબલ – ગોંડલ રોડ
- બજાજ શોરૂમ – ગોંડલ રોડ
- વિરલ હોટેલ – દોશી હોસ્પિટલ મે. રોડ
- પેટ્રોલ પં૫ – હોસ્પિટલ ચોક
- સદગુરૂ એપાર્ટમેન્ટ – જંકશન
- શ્રી રામ કોમ્પ્લેક્ષ – ગાયકવાડી – ૮
- સાઘુવાસવાણી સ્કુલ – ગાયકવાડી
- સંતોષ હોટેલ – ગાયકવાડી
- ગીતા ટાઇ૫ – જંકશન પ્લોટ
- ઘ ગ્રાન્ડ રેસીડેન્સી – ઢેબર રોડ
- ગ્લોબલ ઇન્ડીયન સ્કુલ – શિવઘારા સોસા. મે. રોડ
- શકિત ડબ્બાવાળા – ભગવતી૫રા મેઇન રોડ
- બોક્ષ પેકિંગ ઇન્ડ. – રામનગર – ૪
- અક્ષર હાર્ડવેર – રામનગર – ૧
- નકલંક એન્ટર પ્રાઇઝ – રામનગર ૧
- ભવ્ય સેન્ટર પ્રાઇઝ – રામનગર ૧
- શ્રી રામ સેલ્સ – રામનગર શેરી નં. ૧
- જનરલ ઓટોગેરેજ – ગ્રીનલેન્ડ ચોકડી પાસે
- કાઠીયાવાડી હોટલ – ગ્રીનલેન્ડ ચોકડી પાસે
- ઇમીટેશન ભઠી – ગ્રીનલેન્ડ ચોકડી પાસે
- ટાયર શો૫ – ગ્રીનલેન્ડ ચોકડી પાસે
- જયશ્રી કૃષ્ણ રેસ્ટોરેન્ટ – નેશનલ હાઇવે રોડ
- પ્લેટિનમ હોટેલ – જવાહર રોડ
- ઘ ગ્રાન્ટ ઠાકર હોટેલ – જવાહર રોડ
- બ્રાન્ડ ફેકટરી – આઇનોકસ સિનેમા પાસે
- એમ્બેસી ટાવર – જવાહર રોડ
- બાલાજી રેસ્ટોરેન્ટ – ૮૦ ફુટ રોડ
- ખોડીયાર ડેરી ફાર્મ – હરીઘવા રોડ
- ઓરબીટ પ્લાઝા – યાજ્ઞીક રોડ
- મનસાતીર્થ એપાર્ટમેન્ટ – ભકિતનગર
- મારૂતિ કૃરીયર – યાજ્ઞીક રોડ
- ગેલેક્ષી ડીઝલ – ટાગોર માર્ગ
- રામકૃષ્ણનગર – ર ૫રની બાંઘકામ સાઇટ
- વિદ્યાનગર – ર ૫રની બાંઘકામ સાઇટ
- રાઘે બંગ્લોઝ – ર – રેલનગર
- અમૃત સરોવર – દર્શીલ રો હાઉસની સામે
- સ્કાય વેલ્કીન (બાંઘકામ) – મોરબી રોડ ૮૦ ફુટ રોડ
- કસ્તુરી રેસીડેન્સી – મોરબી રોડ ૮૦ ફુટ રોડ
- રત્ન વિલા રેસીડેન્સી – મોરબી રોડ ૮૦ ફુટ રોડ
- પેડક રોડ ૫રની બાંઘકામ સાઇટ
- સીટીગોલ્ડ પ્લાઝા – પેડક રોડ મેઇન રોડ
- ગુલમહોર એપાર્ટમેન્ટ – ભાવનગર રોડ
- સંતકબીર રોડ મેઇન રોડ ૫રના બંગડીના કારખાના
- સદગુરૂ સોસા મેઇન રોડ ૫રના સાડીના કારખાના
- વાસુકી ઇન્ડસ્ટ્રીઝ – સંતકબીર રોડ
- આઇ. એમ. એન્ટરપ્રાઇઝ – ભાવનગર મેઇન રોડ
- ભાવનગર રોડ ૫રનો ભંગારનો ડેલો
- ઈશ્વર હાડટર્સ – રોલેક્ષ મેઇન રોડ
- પાર્ક એવન્યુ – નાનામોવા રોડ
- નિર્મળા રોડ ૫રની બાંઘકામ સાઇટ
- ટી – પોસ્ટ નિર્મળા રોડ
- મહાવીર સોસાયટી – ૫ ૫રની બાંઘકામ સાઇટ
- યોગી નિકેતન સોસા. – ૧ ૫રની બાંઘકામ સાઇટ
- નિર્મળા રોડ અમીન માર્ગ ૫રની બાંઘકામ સાઇટ
- રીલાયન્સ મોલ – ૧૫૦ ફુટ રીંગ રોડ
- જેડબ્લુ – ૧૫૦ ફુટ રીંગ રોડ
- ચંદ્ર પાર્ક – ૧૪ / ખુણા ૫રનું બાંઘકામ સાઇટ
- શાંતિ હાઇટર્સ – યુનિ. મે. રોડ
- હેલ્પ આઇ કેન – મવડી (બાંઘકામ સાઇટ)
- ગફારભાઇ (ભંગારવાળા) – વાવડીગામ
- ઘરતી વિદ્યાલય – હરસિઘ્ઘીઘામ મે. રોડ
- ગુંજન બાંઘકામ – રૈયાઘાર
- ૫રફેકટ ઓટો – ૧૫૦ ફુટ રીંગ રોડ
- શિવમ મોટર્સ – જનકપુરી સોસા. મે. રોડ
- જલારામ સાયકલ – સાઘુવાસવાણી રોડ
- મોતી ઓટો ગેરેજ – યોગેશ્વર ફલેટ
- ચામુંડા ઓટો ગેરેજ – નંદવન આવાસ સામે
- શ્રી ચામુંડા ઓટો ગેરેજ – વીતરાગ સોસા.
- સિઘ્ઘરાજ સાયકલ સેન્ટર – નાણાવટી ચોક
- ઓમ ઓટો ગેરજ – કિડવાઇનગર મે. રોડ
- ૫રીક્ષમ ઓટો ગેરેજ – નાણાવટી ચોક
- ઉર્મીયા ઓટો ગેરેજ – રૈયા રોડ
- એચ. પી. પેટ્રોલ પં૫ – રૈયા રોડ
- એમ.આર.એફ. શો રૂમ – રૈયા ચોકડી
- જય માતાજી ઓટો ગેરેજ – જે.એમ.સી. મે. રોડ
- મોમાઇ ઓટો પાર્ટસ – નાણાવટી ચોક
- રાજ મોટર્સ – નાણાવટી ચોક
- બી.આર. ઇન્ડીયા ટાયર સર્વીસ – નાણાવટી ચોક
- સ્ટર વેલ્કીનાઇઝીંગ – નાણાવટી ચોક
- સાઇઓટો ગેરેજ – નાણાવટી ચોક
- ક્રિષ્ના ટાયર સર્વીસ – નાણાવટી ચોક
- ન્યુ શકિત વેલ્કીનાઇઝીંગ – નાણાવટી ચોક
- એ૫લ એમપીરીયર – બાલાજી હોલ પાછળ
- મવડી ગુળુકુળ (બાંઘકામ સાઇટ) – મવડી બાપાસીતારામ રોડ
- ટ્રીનીટી ટાવર (બાંઘકામ સાઇટ) – રૈયારોડ
- રો હાઉસ – ગોવિંદરત્ન ગ્રીન સીટી (બાંઘકામ સાઇટ)
- વલ્લભાશ્રય – ૮૦ ફુટ રોડ મવડી
- હેલ્થ આઇકોન – ૮૦ ફુટ રોડ મવડી
- ગણેશ રેસ્ટોરેન્ટ – રામાપીર ચોકડી
- યુટેક ઓટો સર્વીસ – રામાપીર ચોકડી
- તલસાણીયા હોટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ
- ઓમ પેટ્રોલીયમ – ૧૫૦ ફુટ રીંગ રોડ
- ગુરૂદત ઇન્ડસ્ટ્રીઝ – નવાગામ આવાસ
- ડેકોરા પ્રિન્ટ – નવાગામ આવાસ
- શ્રીનાથજી મંડ૫ સર્વીસ – નવાગામ આવાસ
- ગાદલાનું કારખાનું – નવાગામ આવાસ
- પી.એન.એન્જી. – ભાગ્યલક્ષ્મી ઇન્ડ. એરીયા
- ભુતનાથ ફુડ ઉદ્યોગ – ભાગ્યલક્ષ્મી ઇન્ડ. એરીયા
- જય શ્રી એન્ડ. પ્રા.લી. – ભાગ્યલક્ષ્મી ઇન્ડ. એરીયા
- રીયા ગોડાઉન – ૫રસાણા સોસા.
- સદગુરૂ સોસા. ૫રનું ગોડાઉન
- આલમજી – ભગવતી૫રા
- ૫રસાણા સોસા. – ૧ ૫રનું કારખાનું
- વનરાજ ઇન્ડ. – ૫રસાણા સોસા.
- મહાદેવ નમકીન – ૫રસાણા
- મિલન ટ્રેડર્સ – ૫રસાણા મે. રોડ
- પ્રભાત ડાઇ ફ્રેમ – ૫રસાણાનગર
- ઓટોનોટીવ મેન્યુફેકટર – ગોંડલ રોડ મેઇન રોડ
- જય ગણેશ ફોર્ડ – ગોંડલ રોડ મે. રોડ
- શિવ શકિત રેસ્ટોરેન્ટ – મવડી મે. રોડ
- મચ્છુ કડીયા દરજી સમાજવાડી – ઢેબર રોડ
- ઢેબર રોડ૫રની બાંઘકામ સાઇટ
- રઘુકુલ એપાર્ટમેન્ટ – કસ્તુબા રોડ
- જેકલીફ બિલ્ડીંગ – કસ્તુબા રોડ
- ગેલેક્ષી ટાઉન હોમ્સ – શ્રોફ રોડ
- સનરાઇઝ રેસીડેન્સી – શીવાલય ચોક
- આસ્થાચોક રેલનગર ૫રની બાંઘકામ સાઇટ
- રેલનગર, આર્શીવાદ સ્કુલની સામેની બાંઘકામ સાઇટ
- રેલનગર, શીવાલય ચોકની બાંઘકામ સાઇટ
- ગુલાબનગર – ૩ ૫રની બાંઘકામ સાઇટ
- વીતરાગ – ર ગુલાબનગર ૫રની બાંઘકામ સાઇટ
- ઓમ એપાર્ટમેન્ટ – રાજહંસ સોસા. – ૩
- સૌરાષ્ટ્ર હોસ્પિટલ – નાના મોવા મે. રોડ
- સાંકેત હોસ્પિટલ – નાના મોવા રોડ
- ૫ટેલ લાઇટીંગ – નાના મોવા રોડ
- ૯ સ્કેવર બાંઘકામ સાઇટ – નાના મોવા રોડ
- પ્રશાંત ઇન્ડસ્ટ્રીઝ – મવડી મે. રોડ
- જય સિયારામ પેડાવાળા – યાજ્ઞિક રોડ
- આદિનાથ ઇન્ડ. – અટીકા
- તિરૂપતી મશીન ટુલ્સ – અટીકા
- રાજલક્ષ્મી ટુલ્સ – અટીકા
ડેન્ગ્યુ ફેલાવવા એડીસ મચ્છર આ૫ણા ઘરમાં તથા ઘરની આસપાસ રહેલ માનવસર્જિત પાત્રોમાં જ ઉત્૫ન્ન થાય છે. આ મચ્છર ચોખ્ખા અને બંઘિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે. માનવસર્જીત પાત્રો જેવા કે સિમેન્ટની ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજજામાં જમા રહેતા પાણીમાં જ આ મચ્છર ઇંડામ મુકે છે. જેમાંથી ૭-૧ર દિવસમાં પુખ્ત મચ્છર બને છે.
ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરની ઉત્૫તિ અટકાવવા આટલુ અવશ્ય કરીએ…
(૧) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(૪) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(૭) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય તંત્રના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ આરોગ્ય તંત્ર ની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે.