નવાઈની વાત એ છે કે, કચ્છમાં છેલ્લા બે દિવસમાં ભૂકંપના એક પણ આંચકાનો અનુભવ થયો નથી જ્યારે રાજકોટ અને તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્રમાં 4.5ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો જો કે ત્યારબાદ રાજકોટ અને તાલાલામાં ફરી એકવાર ભૂકંપના આંચકાનો લોકોને અનુભવ થયો હતો. કચ્છમાં સતત 45 દિવસથી ભૂકંપના આંચકા આવતા હતા પરંતુ છેલ્લા બે દિવસથી ભૂકંપનથી લોકોને રાહત મળી હોય તેમ કચ્છમાં છેલ્લા બે દિવસમાં એક પણ વાર ધરા ધ્રુજી નથી.
કચ્છમાં છેલ્લા બે દિવસમાં એકપણ ભૂકંપનો આંચકો ન નોંધાયો
સિસ્મોલોજી ડિપાટ્રમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 2:39 કલાકે ગીર સોમનાથના તાલાલાથી 5 કિ.મી. 1.4ની તિવ્રતાનો આંચકો ઈસ્ટ નોથ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઈ જમીનથી 3 કિ.મી. જેટલી હતી. ત્યારબાદ 3:28 કલાકે રાજકોટથી 13 કિ.મી. દૂર 1.5ની તિવ્રતાની આંચકાનું કેન્દ્રબિંદુ ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઈ જમીનથી 0.2 કિ.મી.ની હતી.
જો કે, આંચકા સામાન્ય હોય હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. જો કે વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી.