સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપનું પ્રમાણ યથાવત છે ત્યારે વાવાઝોડા, કોરોના અને મ્યુકરમાઈકોસીસની મહામારી બાદ ભૂકંપે પણ તહલકો મચાવ્યો છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડાની ધરા ધ્રુજી હતી અને 3.5ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેને લઈ લોકોમાં ભારે ગભરાહટનો માહોલ ફેલાયો હતો.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 3:54 કલાકે કચ્છના ખાવડાથી 22 કિ.મી. દૂર ઈસ્ટ-નોર્થ ઈસ્ટ ખાતે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં રિતસરનો  ફફડાટ ફેલાયો છે. જો કે વૈજ્ઞાનિકની દ્રષ્ટિ મુજબ આવા ભૂકંપના આંચકાનો અનુભવ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં થતો જ રહેશે. કેમ કે ત્યાં ફોલ્ટ લાઈન હોવાથી આવા સામાન્ય આંચકા આવશે તે નિશ્ર્ચિત છે. પરંતુ આ ભૂકંપના આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી. કચ્છમાં છેલ્લા એક મહિનામાં 35 થી વધુ આંચકાનો લોકોએ અનુભવ કર્યો છે. આજે વહેલી સવારે આવેલા 3.5ની તિવ્રતાના આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.