સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર વહેલી સવારે ધરા ધ્રુજી હતી. સવારે 7:17 કલાકે રાજકોટથી 31 કિ.મી. દૂર 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની ઉંડાઈ જમીનથી 3.1 કિ.મી.નોંધાઈ હતી.
રાજકોટથી 31 કિ.મી. દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે કેન્દ્રબિંદુ નોંધાયું: 3.1ની ઉંડાઈ
કચ્છના ઉકાઇમાં પણ 1.5ની તિવ્રતાનો આંચકો: કેન્દ્રબિંદુ ઉકાઇથી 14 કિ.મી. દૂર વેસ્ટનોર્થ ખાતે નોંધાયું
સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 7:13 વાગ્યે કચ્છના ઉંકાઈથી 14 કિ.મી. દૂર 1.5ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઈ જમીનથી 14.2 કિ.મી.ની નોંધાઈ હતી. ત્યારબાદ આજે વહેલી સવારે પણ રાજકોટની ધરા ધ્રુજી હતી. વહેલી સવારે 7:17 વાગ્યે રાજકોટથી 31. કિ.મી. દૂર 2ની તિવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ઈસ્ટ નોર્થ ઈસ્ટ એટલે કુવાડવા પાસે નોંધાયું હતું. જેની ઉંડાઈ 3.1 કિ.મી.ની હતી.
રાજકોટમાં સતત 3 દિવસમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા છે. રવિવારે પણ રાજકોટમાં બપોરે 1.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ફરી એકવાર રાજકોટની ધરા ધ્રુજી હતી. સતત આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આ આંચકાઓ 3ની તિવ્રતાથી ઓછા હોય હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યાં પણ કોઈ નુકશાન થયું નથી.