વીમા કંપની જે તે ગ્રાહકના કલેઈમને આધાર અને પાનકાર્ડ નહીં આપે ત્યાં સુધી ન ચૂકવવાનો અધિકાર ધરાવશે

સરકારી યોજનાઓનો લાભ મેળવવા તેમજ ડિજિટલ આઈડી માટે સરકારે બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર, પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત કર્યું છે. ત્યારે ઈન્સ્યોરન્સ નિયામક દ્વારા હવે દરેક ઈન્સ્યોરન્સ પોલીસીને આધાર સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે. આ નિયમ વિમા કંપનીઓ માટે એક મોટા પડકાર સમાન સાબિત થશે. આ નિર્ણય એ સમયે લેવાયો છે જયારે સુપ્રીમ કોર્ટે બેંકોને બિનજ‚રી રીતે લોકોને ગભરાવે તેવા આધાર લિકીંગ વિશેના મેસેજો મોકલવાની મનાઈ ફરમાવી છે. આ માર્ગદર્શિકા અનુસાર વીમા કંપની જે તે ગ્રાહકના કલેઈમને આધારકાર્ડ અને પાનકાર્ડ ન આપે ત્યાં સુધી ન ચૂકવવાનો અધિકાર ધરાવશે.

આઈઆરડીએઆઈ દ્વારા એક પરિપત્ર દ્વારા તમામ કંપનીઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ૧ જુની ૨૦૧૭ના રોજ પોતાના એક ગેઝેટ નોટિફિકેશનમાં આધાર અને પાન ફોર્મ ૬૦ તમામ પ્રકારની આર્થિક સેવાઓ મેળવવા માટે જ‚રી બનાવી દીધુ છે.

જેમાં વીમાનો પણ સમાવેશ થાય છે. માટે કંપનીઓએ પોતાની રીતે જ આધાર-પાનકાર્ડ લીંકીંગ વગર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નહીં કરવાનું સૂચવવામાં આવ્યું છે. જો કે, જીવન વીમા કંપનીઓ કેશમાં કલેઈમ સેટલ કરી શકતી નથી, કલેઈમની રકમ બેંક એકાઉન્ટમાં જમા થાય છે હવે જે હવે આધારકાર્ડ સાથે લિંક કરવું પડશે, તો ઘણી કંપનીઓ દ્વારા પાનકાર્ડની પણ માગણી કરવામાં આવે છે. વીમા કંપનીઓ દ્વારા આધાર કાર્ડ લીકીંગની વ્યવસ્થા બેંકો જેવી જ કરવામાં આવશે. એટલે ગ્રાહકો ટેકસ મેસેજ દ્વારા ઓનલાઈન પણ વીમા સાથે આધાર લિંક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.