હાઇવે પરના પેટ્રોલ પંપ વિસ્તારોમાં ખાસ પીયુસી કેન્દ્રો ઉભા કરવા સુચન આપતી સુપ્રિમ
સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રદુષણને રોકવા નવી માર્ગદર્શિકા ગઇકાલે બહાર પાડવામાં આવી છે.
ઇંધણના કારણે પર્યાવરણને ભારે નુકશાન વેઠવું પડતું હોય છે. ઇંધણ પ્રદુષણરહિત હોય તે આવશ્કયક છે. દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા તો વધી જ રહીછે. સાથો સાથ પ્રદુષણે પણ માઝા મુકી છે. દેશના મહાનગરોમાં ઘુમાડા ઓકતા વાહનોથી પર્યાવરણને ખતરો પહોંચી રહ્યો હોવાની પર્યાવરણ વિદો દ્વારા વર્ષોથી ચેતવણી આપવામાં આવી રહી છે. ત્યારે તેમના માટે આ નિર્ણય ખુશી જન્માવે તેવો છે.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ પ્રદુષણ ઘટાડવા માટે સુપ્રિમ કોર્ટે ગઇકાલે એક ખાસ નિર્ણય જાહેર કર્યો હતો જે મુજબ પીયુસી (પોલ્યુસન અન્ડર ક્ધટ્રોલ) સર્ટીફીકેટ વગર વાહનોનો વીમો રીન્યુ થશે નહીં. આ ઉપરાંત જસ્ટીસ મદદ બી.લોફરની બેન્ચ દ્વારા પણ માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયને હાઇવે પર નેશનલ કેપીટી રીજન (એનસીઆર) ખાતે ખા પીયુસી માટે કેન્દ્રો સ્થાપવા સુચના આપવામાં આવી હતી.
એપેક્ષ કોર્ટ દ્વારા ચાર અઠવાડીયાના સમયગાળામાં પીયુસી કેન્દ્રોને એન.સી.આર.માં સ્થાપીને વાહનોને પીયુસી સર્ટીફીકેટની ફાળવણી કરવા માટે વ્યવસ્થા ઉભી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
કોર્ટ દ્વારા આ સુચના પ્રદુષણ નિયમન બોર્ડ દ્વારા અપાયેલા સુચનના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રદુષણ નિયંત્રણ માટે એમ.સી.મેહતા દ્વારા ૧૯૮૫માં જ અરજી કરવામાં આવી હતી જેમાં પ્રદૂષણ રોકવા માટેના વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા. જેમાં આ બાબતનો સમાવેશ થતો હતો. ત્યારે આ નિર્ણય બાબતમાં એમ કહી શકાય કે દેર આયે દુરસ્ત આયે મોડે મોડેથી પણ પર્યાવરણની તરફેણમાં નિર્ણય લેવાયો તેના કારણે પર્યાવરણ વિદોમાં ખુશી જોવા મળી હતી.