બજાજ આલિયાન્સે એવી વીમા પોલિસી તૈયાર કરી રહ્યું છે. જે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કોઈપણ એક્ટિવિટીને કારણે ઉઠનારી થર્ડ પાર્ટી લાયબિલિટીને કવર કરશે. કોઈ સોશિયલ મીડિયા વેબસાઈટ પર કરવામાં આવેલી કોઈ પોસ્ટ અથવા કન્વર્ઝેશનને કારણે દંડ ભરવો પડે તો તેવી સ્થિતિમાં સાઈબર ઈન્શયોરન્સ પોલિસી પ્રોડક્ટ દંડ ભરશે. કંપની વ્યક્તિગત સાઈબર કવર પોલિસી પણ તૈયાર કરી રહી છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ બજારમાં આવી પર્સનલ સાઈબર ઈન્શયોરન્સ પોલિસીના માંગ જોઈ રહી છે. ઈન્ટરનેટના વધતા યૂઝર્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્સનને કારણે પર્સનલ માહિતી સોશિયલ મીડિયા અને ઈકોમર્સ સાઈટો પર ઉપલબ્ધ છે. વ્યક્તિગત સાઈબર ઈન્શયોરન્સ ફિશિંગ આઈડેન્ટિટી થેફ્ટ, સાઈબર સ્કોટિંગ, ઉત્પીડન અને બેન્ક એકાઉન્ટ હેકિંગ જેવા રિસ્ક પર કવર અપાશે.
મોટાભાગના સાઈબર ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ આઈટી ફર્મ, બેન્ક, ઈકોમર્સ અને ફાર્માસ્યુટિરલ કંપનીઓને વેચવામાં આવે છે. જે કોર્પોરેટ્સને ડેટા ચોરી, નેટવર્ક સિક્યોરિટી ક્લેમ અને મીડિયા લાયબિલિટી પર કવર આપે છે.