માતા-પિતા કે ગાર્ડીયન વૃધ્ધ હોય કે સેવા નિવૃત્ત હોય તેવા સંજોગોમાં વિકલાંગ બાળકોની કાળજી લેવી મુશ્કેલ બને છે
સુપ્રિમ કોર્ટે ઈન્સ્યોરન્સ પોલીસીને લઈ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. વિકલાંગ બાળકો માટે માતા પિતા કે અન્ય સાર સંભાળ લેતા લોકો દ્વારા લેવાયેલી વીમા પોલીસીને પ્રસ્થાપીત કરનારની ૫૫ વર્ષની ઉમર અને તેમના મૃત્યુ બાદ વિકલાંગ બાળકોને વિમાનું કવચ મળી શકે છે.
આ અંગે ન્યાયમૂર્તિ એ.કે.સિક્રી,અશોક ભૂષણ અને અબ્દુલ નાઝીરની બનેલી બેંચે જણાવ્યું હતુ કે વિકલાંગ બાળકોનાં સતામણીના કેસ સામે આવી રહ્યા છે. તેમના માતા પિતા કે ગાર્ડીયનના જીવનકાળા દરમિયાન પણ વિકલાંગો ને વાર્ષિક અથવા આંશિક ચૂકવણીની જરૂર પડી શકે છે. અને કેન્દ્રને આમુદે તપાસ કરવા જણાવ્યું હતુ.
કોર્ટે આવકવેરા અધિનિયમની કલમ ૮૦ ડીડીમાં સુધારા અંગે વિચારણા કરવાનું પણ સૂચવ્યું હતુ જેમાં ટેકસમાંથી મુકિત માટે વાલી દ્વારા કરવામાં આવેલા રોકાણને ટેકસ મુકત કરવામાં આવે છે. જે પ્રસ્તાવકર્તાના મૃત્યુ બાદ વિકલાંગોને ચુકવણી પુરી પાડે છે. બેંચે વધુમાં જણાવ્યું કે ન્યાયતંત્ર પોતે કાયદામાં સુધારો કરી શકતુ નથી પરંતુ સંસદમાં આ અંગે યોગ્ય તપાસ થાય તો જ કોઈ ઠોસ કાર્યવાહી થઈ શકે છે.
ઉદાહરણ તરીકે જયાં ગાર્ડીયન ખૂબજ વૃધ્ધ હોય પરંતુ હજુ જીવતી છે. તેમ છતા તે લાંબા સમય સુધી કમાણી કરી શકતો નથી અથવા સેવાનિવૃત થઈ ગયા છે. અને આવકનો કોઈ સ્ત્રોત નથી આવા કિસ્સામાં માતા પિતા કે વાલીને વિકલાંગ બાળકોની કાળજી લેવી મુશ્કેલ હોઈ શકે છે. ભલે તેણે સંપૂર્ણ પ્રિમિયમ ચૂકવ્યું હોય પણ વિકલાંગ વ્યકિત કોઈ વાર્ષિક રકમ પ્રાપ્ત કરી શકશે નહી કારણ કે આવા વિકલાંગ વ્યકિતના માતા પિતા ગાર્ડીયન જીવીત છે. આવી ઘણી પરિસ્થિતિઓમાં વિકલાંગ બાળકોને વિમાનુ કવચ મા બાપની હયાતીમાં પણ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે આ ચૂકાદો રવિ અગ્રવાલ દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર આપ્યો હતો. અને કહ્યું હતુ કે પોલીસી ધારકોની જેમ જીવન આધાર પોલીસી અંતર્ગત વિકલાંગ બાળકોને વિમાનું કવચ તેમના માતા પિતા કે ગાર્ડીયનનવી હયાતીમાં પણ મળી શકે છે.