નવી વિમા પોલીસીની જાહેરાત: વિમા પોર્ટેબીલીટી અને વેઇટીંગ પિરીયડને વ્યાખ્યાયિત કરાયા
આરોગ્ય વિમા ઉતારનારા પરિવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. વિમા કંપનીઓ હવે કોઇપણ બિમારીઓને વિમાથી સુરિક્ષિત કરવાનો ઇન્કાર કરી નહી શકે, અત્યારે વિમા કંપનીઓ કેટલીક પરિસ્થિતિઓ અને અમુક બિમારીઓમાં વિમાનું આવરણ આપવાનું ઇન્કાર કરી રહી છે. વિમા કંપનીઓ જોખમી કામ સાથે સંકળાયેલી પ્રવૃતિઓ કૃત્રિમ જીવન પઘ્ધતિ, માનસિક બિમારીઓને વિમા કવચથી બાકાત રાખી રહી છે. હવે સરકારની નવી નીતીને લઇને વિમા કંપનીઓને અત્યાર સુધી વિમાનો સુરક્ષા કવચ આપવાથી બાકાત રાખવામાં આવતા દર્દીઓને પણ વિમા કવચ આપવાનું રહેશે.
સોમવારે જારી થયેલી વિમા સંબંધીત ગોઠણ અને થાપાના રિપ્લેસમેન્ટ, અલ્ઝાઇમર, પાર્કિસન્સ અને કારખાનાના કામદારો કે જે જોખમી રસાયણો સાથે કામ કરે છે. અને લાંબા ગાળો આરોગ્ય સંબંધી તકલીફોનો શિકાર થઇ શકે છે. આવા વ્યકિતઓની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી અને ચામડીના રોગો કાર્ય સ્થળના કારણે સર્જાવવાનું જોખમ હોય તેવા વ્યકિતઓને પણ વિમામાં આવરી લેવાના આદેશો થયા છે. આઇઆરડીએ વિમા નિયમન વિકાસ અધિકારી એ નવા નિયમો બનાવ્યા છે જેનો મતલબ એ થશે કે વિમા કંપનીઓ હવે વાય, કિડનીના દર્દી, એચઆઇવી એઇડસ જેવા રોગોના વેટીંગ પરિયડના ૩૦ દિવસથી એક વર્ષના સમયગાળા બાદ આવા વ્યકિતઓની આરોગ્ય વિમા શરુ કરી શકશે. આ નવા નિયમોથી વિમા ધારકોને મોટો લાભ થશે. દરેક આરોગ્ય વિમા યોજના તમામ આગામી અને પુરોગામી અસરો ધરાવતા દર્દ માટે વિમા લઇ શકશે ગંભીર રોગોની સંભાવના ધરાવતી વ્યકિતઓ પણ ૪૮ મહીનાના વેઇટીંગ પરિયડ બાદ વિમાથી સુરક્ષિત થઇ શકશે.
નવી પોલીસીમાં પોર્ટેબીલીટી અને વેઇટીંગ પિરીયડને ખાસ વ્યાખ્યા કરવામાં આવ્યા છે. વિમા ધારક એકમાંથી બીજી યોજનામાં સરળતાથી જઇ શકશે વિમાની મુદત સમાપ્તી અને વેઇટીંગ પરિયડમાં મુદત ૪૮ મહિના સુધી વધારવામાં આવી છે. વિમા ધારકને ગ્રે પિરિયડમાંથી મુકિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી વિમા નીતિમાં વિમા ધારકને તમામ દર્દોની સ્થિતિમાં વિમો મેળવવાની સગવડ મશળે તેમ બજાજ એલાયન્સ ના ગુરુદિપ બત્રાએ જણાવ્યું હતું . પરંતુ ટી.પી. એ અને એજન્ટોને એવી તાકીદ કરવામાં આવી છે કે ચોકસાઇના કેટલાક માપદંડો યથાવત રાખવામાં આવ્યા છે. આ ખરેખર એવા લાખો લોકો માટે સારા સમાચાર છે કે જેઓ વિવિધ કારણોસર વિમો મેળવવામાં મુશ્કેલીઓ અનુભવે છે. અને વિમાના દાવાના વળતર માટે લડત આપવી પડે છે તેવા લોકોને આ નવી પોલીસી મદદરુપ થશે તેમ રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું.
નવેમ્બર-૨૦૧૮ માં આઇ.આર.ડી.આઇ. ની કાર્યવાહક સમિતિએ કરેલી દરખાસ્તમાં વિમા કંપનીઓ અલ્ઝામર, પાર્કિનસન્સ, એચઆઇવી એઇડસ અને નિશ્ર્ચિત મૃત્યુ દેખાતા હોય તેવા લક્ષણો સામે વિમો આપવાની ના પાડવી જોઇએ.આઇઆઇડીએ ની આ કવાયત વિવિધ જુથના કામદાર ને લાભ અપાવનારી બની રહેશે. વિમા કંપનીઓ દ્વારા અત્યારે વિમો આપવામાં જે છટણી કરે છે તે નહિ કરી શકે અને તમામ લોકો વિમો ઉતારી શકે તેવા રસ્તાઓ ખુલ્લા થયા છે.