ચમત્કારને નમસ્કાર

ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝના માલિક અશ્ર્વિનભાઈ દ્વારા ન્યુ ઈન્ડિયા વિમા કંપની સામે છેલ્લા ૧૧ મહિના પહેલા ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝમાં જે આગ લાગી હતી તે બાબતે વીમા કંપની દ્વારા ૭ કરોડનું કલેઈમ પાસ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ૧૧ મહિનામાં એક પણ રૂપિયાનું વળતર કે વિમા કંપની દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો જેના કારણે ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝ તથા શાપર-વેરાવળ એસોસીએશન દ્વારા ન્યુ ઈન્ડિયા વીમા કંપની સામે ભુખ હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને જયાં સુધી કંપની દ્વારા લેખિતમાં આપવામાં ન આવે કે વીમાનું વળતર કંપનીને કયારે આપવામાં આવશે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ ન્યુ ઈન્ડિયા વીમા કંપની દ્વારા ગોલ્ડકોઈન ઈન્ડસ્ટ્રીઝને ૧૫ થી ૨૦ દિવસમાં વીમા કંપનીએ પાસ કરેલું વળતર આપવામાં આવશે તેવું લેખિતમાં આપતા ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝ અને શાપર-વેરાવળ એસોસિએશન દ્વારા જે ભુખ હડતાલ કરવામાં આવી હતી તે સમેટી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.