સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં વાલ્મીકી સમાજે લેખીત રજૂઆત કરી બંને સામે ગૂનો દાખલ કરવા માંગ કરી

ફિલ્મ અભિનેતા સલમાનખાન અને શિલ્પા શેટ્ટી દ્વારા એક ચેનલમાં ઇન્ટરવ્યૂ દરમિયાન અનુસૂચિત જાતિનું અપમાન કરતા શબ્દો વાપરતા વિરોધ

સુરેન્દ્રનગર ખાતે વાલ્મિકી સમાજ દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસવડાને બંને સામે ગુન્હો દાખલ કરવા રજૂઆત કરાઈ

ફિલ્મ અભીનેતા સલમાનખાન અને શીલ્પા શેટ્ટીએ એક ચેનલમાં ડાન્સ અંગેના ઇન્ટરવ્યૂ કાર્યક્રમ દરમીયાન અનુસૂચિત જાતીનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરતા ઠેરઠેર રોષની લાગણી ફેલાઇ છે. આથી સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં વાલ્મીકી સમાજે લેખીત રજૂઆત કરી બન્ને સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે.

એક ખાનગી ચેનલના ડાન્સ અંગેના ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અભિનેતા સલમાનખાન અને શીલ્પાશેટ્ટીએ તેઓ ડાન્સ કરતા પછાત જેવા લાગતા હોવાનું જણાવતા વાલ્મીકી સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. આ બનાવને વખોડી કાઢી સુરેન્દ્રનગર વાલ્મીકી સમાજના હિતેશભાઇ બારૈયા, કંચનબેન વાળા, હાર્દિકભાઇ વાળોદરા સહિતનાઓએ સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયા મુજબ કાયદામાં પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ કોઇપણ વ્યકિત આ શબ્દનો પ્રયોગ કરે તો તેની સામે એટ્રોસીટી એકટ મુજબ ગુનો દાખલ કરી શકાય છે. આથી સલમાનખાન અને શીલ્પા શેટ્ટી સામે એફઆઇઆર નોંધી બન્નેની ધરપકડ કરવા માંગણી કરાઇ છે. આ તકે વાલ્મિકી સમાજના હિતેષભાઇ બારૈયા, ગીતાબેન રાઠોડ, હીનાબેન વાડોદરા સહીત મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.