શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ પણ આ રોગનું કારણ બની શકે છે
જનરલ ફિઝિશિયન ડો. રશ્મિ રાઠીનું કહેવું છે કે, વર્તમાન સમયમાં ફેટી લિવરની બીમારી એકદમ સામાન્ય બની રહી છે અને ચિંતાની વાત એ છે કે, આ રોગના કેસ માત્ર પુખ્ત વયના લોકોમાં જ નહીં, બાળકોમાં પણ વધી રહ્યા છે. ફેટી લિવર ડિસીઝને લગતા એક તાજેતરના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ખોરાકમાં વિટામિન ઇ12 અને ફોલેટનો સમાવેશ કરવાથી આ સમસ્યાને રોકી શકાય છે એટલું જ નહીં રોગને પણ અટકાવી શકાય છે. તેનું સેવન હાલની સ્થિતિમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો શું તમે જાણો છો નાર્સિસિઝમ સમસ્યા અને તેના નિદાન વિશેફેટી લિવર રોગ માટે જવાબદાર કારણો સામાન્ય રીતે, ચરબીયુક્ત ખોરાકનો વપરાશ ફેટી લિવર રોગ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ રોગ થવા માટે, બિનઆરોગ્યપ્રદ આહારના સેવન સિવાય, અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને કારણો પણ જવાબદાર હોઈ શકે છે, જેમ કે સ્થૂળતા, સ્ટેજ 2 ડાયાબિટીસ, હાઇપોથાઇરોડિઝમ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, મેટાબોલિક સિન્ડ્રોમ, આનુવંશિક કારણો અથવા લોહીમાં ચરબીનું પ્રમાણ વગેરે.
શરીરમાં પોષક તત્વોની ઉણપ પરંતુ તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે, શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ પણ આ રોગનું કારણ બની શકે છે. જર્નલ ઓફ હેપેટોલોજીમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં, સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે, શરીરમાં વિટામિન બી 12 અને ફોલેટ જેવા તત્વોની ઉણપ નોન આલ્કોહોલિક ફેટી લીવર રોગનું કારણ બની શકે છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, આહારમાં આ પોષક તત્વોની માત્રા વધારવાથી આ સમસ્યાની સંભાવનાને ઓછી કરી શકાય છે, પરંતુ જો આ રોગ થાય તો પણ આ પોષક તત્વો આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
અપૂરતી ઊંઘ પણ ફેટી લિવરનો પ્રશ્ર્ન ઉભો કરે છે
ફેટી લીવરનું પ્રમાણ અનેકવિધ કારણોથી લોકોમાં જોવા મળતું હોઈ છે. જે લોકો પૂરતી ઊંઘ નથી કરી શકતા તેમને પણ આ બીમારીનો ભોગ બનવું પડે છે માટે તબીબોનું માનવું છે કે જ્યાં સુધી લોકો પૂરતી ઊંઘ ના કરી શકે ત્યાં સુધી તેમના પર આ રોગનું જોખમ સતત વધતું રહે છે. અને લોકો જ્યારથી પૂરતી ઊંઘ કરતા થઈ જાય તો તેમને માત્ર ફેટી લીવરના જ પ્રશ્નો નહીં પરંતુ અન્ય પ્રશ્નો માંથી પણ સંપૂર્ણ રીતે મુક્તિ મળે છે.
શું છે ફેટી લીવર ?
તબીબોના જણાવ્યા મુજબ હાલમાં ફેટી લિવરની બીમારી એકદમ સામાન્ય બની રહી છે અને ચિંતાનો વિષય છે. એવું છે કે, આ રોગના કેસ માત્ર પુખ્ત વયના લોકોમાં જ નથી વધી રહ્યા. પણ બાળકોમાં પણ વધી રહ્યાં છે. આ માટે વ્યસ્ત જીવન, ખાવા પીવા અને ઊંઘવા જાગવાની ખરાબ ટેવો અને લોકોમાં વધતા તણાવ અને માનસિક અસ્થિરતાને ધ્યાનમાં લઈ શકાય છે. તેથી જ તેને જીવનશૈલી રોગ પણ કહેવામાં આવે છે. નોંધપાત્ર રીતે, આ સમસ્યામાં, વધુ પડતી ચરબી યકૃતમાં જમા થવા લાગે છે.