પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરાયું સરકાર દર્દીઓની વેદનાને સમજી તેનાં દુ:ખમાં સહભાગી બની છે: મોહનભાઈ

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ આવે છે અને તેઓને મળતી અદ્યતન સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભાજપનાં સાંસદ મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી રૂ.૩૩.૯૨ લાખનાં ખર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલને સાધન સામગ્રી અને એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે અનેક આરોગ્યલક્ષી તેમજ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. રાજકોટની બેઠક પર જંગી લીડથી વિજય થયેલા મોહનભાઈ કુંડારીયા, ભાજપનાં પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ ૫રમાર, આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડિયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, મેડિકલ કોલેજનાં ડીન ગૌરવીબેન ધ્રુવ, સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા સહિતનાઓ હાજર રહ્યા હતા. સાંસદ મોહનભાઈ કુંડારીયાનાં હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડમાં નવા એસી તથા બાળકોની કાન, નાક, ગળાની તપાસ માટે નવા ઈન્સ્ટુમેન્ટ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની અવર-જવર માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી.

instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant

આ તકે ડો.મનીષભાઈ મહેતા તેમજ જયંત ઠાકરે જણાવ્યું હતું કે, સાંસદ મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી પીડીયુ સીવીલ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગ માટે પાંચ એસી ખરીદવાનાં કામ માટે રૂ.૧,૮૯,૫૦૦/-, ઈએનટી વિભાગ માટે જન્મજાત બહેરાશની તપાસનું મશીન, ઓટો એકોસ્ટીક એમીઝન મશીનની ખરીદી માટે રૂ.૧૨.૯૦ લાખ, ડીઝીટલ એકસ-રે મશીન, મોબાઈલ એકસ-રે મશીન, હાડકાનાં દર્દીઓને ઓપીડીમાંથી બીજે જવુ ન પડે તે માટે ડીએએબીલીટી સર્ટી. કાઢવા તેમજ નિદાન કરવા માટે ડીઝીટલ એકસ-રે મશીન, પોર્ટેબલ/ મોબાઈલ હાઈ ફ્રીકવન્સી એકસરે મશીન માટે રૂ.૭.૯૫ લાખ તેમજ હોસ્પિટલનાં દર્દીઓનાં પરીવહન માટે એમ્બ્યુલન્સ માટે રૂ.૧૧.૧૭ લાખ મળી રૂ.૩૩,૯૨,૩૭૦/-ની ગ્રાન્ટ ફાળવેલ જેનું લોકાર્પણ ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant
instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant
instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant
instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવેલ હતું કે, પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આ સાધન સવલતોથી સૌરાષ્ટ્ર સહિત રાજકોટનાં લાખો દર્દીઓને રાહત થશે. રાજકોટની પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી અસંખ્ય જ‚રીયાતમંદ દર્દીઓનો ભારે ઘસારો રહેતો હોય ત્યારે રાજય સરકાર હંમેશા હોસ્પિટલને લગતી અન્ય સમસ્યાઓ પરત્વે જાગૃત અને સક્રિય છે અને ભાજપ હંમેશા દર્દીઓનાં દુ:ખને સમજી તેના દુ:ખમાં સહભાગી બન્યું છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલ માટે જરૂરીયાતનાં અનેક સાધનો માટે જરૂર પડયે ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant
instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant
instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant
instrument-and-ambulance-offer-to-civil-hospital-at-a-cost-of-rs-33-92-lakh-from-mp-kundariya-grant

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સ્વચ્છતા અભિયાન અપનાવી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું અને સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગમાં તેઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીવીલ સર્જન ડો.મનીષભાઈ મહેતા અને પીડીયુ સીવીલ હોસ્પિટલનાં કાઉન્સેલર જયંત ઠાકરનાં માર્ગદર્શન હેઠળ સીવીલ હોસ્પિટલ ડોકટર, સ્ટાફ, નર્સીંગ સ્ટાફ અને સીકયોરીટી સ્ટાફ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.