અનેક મધ્યાહ્નન ભોજન યોજના કેન્દ્રોમાં 10 દિવસથી વધુ સમય વીતી ગયો છતાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન કરાયો હોવાની ફરિયાદ ઉઠતા ગાંધીનગરથી આદેશો છૂટ્યા છે. જેમાં તમામ મધ્યાહ્નન ભોજન કેન્દ્રો માટે તાત્કાલિક જથ્થો ફાળવવા પુરવઠા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
10 દિવસથી વધુ સમય વીતી ગયો છતાં અનેક કેન્દ્રો ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ ન કરાયો હોવાની ફરિયાદ ઉઠતા ગાંધીનગરથી આદેશો છૂટ્યા
તા.11/10/2023ની સ્થિતિએ જુદા-જુદા જિલ્લાઓમાં પી.એમ.પોષણ યોજનાના જથ્થાની સમીક્ષા કરતાં ચાલુ માસ ઓક્ટોબર-2013ની પરમીટ (જેમાં નવેમ્બર-2023 ના 7 દિવસનો સમાવેશ થાય છે.) મુજબ જરૂરી જથ્થો ઉપલબ્ધ છે અને કેટલાક જિલ્લાઓમાં ઉપલબ્ધ થઈ રહેલ છે. તાલુકા ગોડાઉન પ્રમાણે પીડીએસ પોર્ટલ પર પીએમ પોષણ યોજનાના ઉપલબ્ધ જથ્થાની વિગતો જોઈ શકાય છે. પીડીએસ પોર્ટલ અને પીએમ પોષણના સ્ટીક મેનેજમેન્ટ પોર્ટલ, પર સમીક્ષા કરતાં ચાલુ માસ (ઓક્ટોબર-2023) માટે જરૂરીયાત મુજબનો જથ્થો તાલુકા ગોડાઉનો ખાતે ઉપલબ્ધ હોવા છતાં એફ.પી.એમ પર ઇસ્યુ થયેલ ન હોવાથી પીએમ પોષણના સ્ટોક મેનેજમેન્ટ પોર્ટલ પર ઇશ્યુ પેન્ડીંગ બતાવે છે.
વધુમાં, આ બાબતે જુદા-જુદા પીએમ પોષણ યોજનાના 11 માસ કરાર આધારિત માનદ વેતન ધારકોના સંગઠનો રજૂઆત કરે છે, તેની સંબંધિત જિલ્લા પુરવઠા અધિકારીઓએ અને મામલતદારોએ તથ્યની તપાસ કરી જથ્થો ઉપબ્ધ થાય તે માટે કાર્યવાહી કરવા અને પીએમ પોષણ યોજનાના કેન્દ્રો ચાલુ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.આથી આ બાબતને ટોચ અગ્રતા આપી જીલ્લાના તાલુકા ગોડાઉન ખાતે જેટલો જથ્થો ઉપલબ્ધ થયેલ છે, તે પૈકી જરૂરીયાત મુજબનો જથ્થો તાત્કાલિક એફ.પી.એસને ઇસ્યુ થાય અને શાળાઓ સુધી પહોંચે તે માટે તાલુકા મામલતદારો અને ગોડાઉન મેનેજરો તથા એફ.પી.એસ. સંચાલકો અને પીએમ પોષણ યોજનાના માનદવેતન ધારકોને તાકીદે જરૂરી કાર્યવાહી કરવાનું કહેવામાં આવે.