22 નવેમ્બર થી ગુજરાતમાં ધોરણ 1થી 5 ની શાળાઓ ઓફલાઈન વર્ગો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી ત્યાર બાદ પ્રથમ સપ્તાહ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 35થી 40 % જોવા મળતી હતી. જો કે કોરોનાના નવા કેસ વધતા અને ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 5થી 7 % સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જેને લઇ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને 10 જેટલા સૂચનો આપવામાં આવ્યા છે.
શાળામાં શિક્ષકો અને સ્ટાફે એન-95 માસ્ક પહેરવુ જરૂરી:
શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવવું
(1) શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવવું.
(2) પોતાના નાસ્તા બોકસમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવવો.
(3) વિદ્યાર્થી એન-95 માસ્ક પહેરવુ જોઈએ.
(4) વિદ્યાર્થી દહી – છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહેવું.
(5) શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહી – છાસ જેવા ઠંડા પદાર્થ નાં આપવા.
(6) શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન-95 માસ્ક પહેરવું.
(7) શિક્ષકો ભણાવતી વખતે ફેઇસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે.
(9) શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન-95 માસ્ક જ પહેરવા.
(10) વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરાપણ તાવ,શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ન મોકલે.