સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા કલેકટર રાવલની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમીટીની બેઠક મળી
કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા હ્રદય પ્રોજેકટ વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા પૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક દેવભૂમિ દ્વારકા (મુ.ખંભાળીયા) કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.
આ તકે સાંસદ પૂનમબેન માડમએ વિવિધ વિભાગોના કામોનું રીવ્યુ કરી જણાવ્યું હતું કે, આચારસંહિતા લાગુ પડે તે પહેલા તમામ બાકી કામો તાત્કાલીક યુધ્ધના ધોરણે પુર્ણ થાય તેવા પ્રયત્નોા કરવા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાના કામો પુરા કરવા તેમજ ચારેય તાલુકાના સરપંચો સાથે બેઠક યોજવા જણાવ્યું હતું. આ તકે કલેકટર આર.આર.રાવલે બુકે આપી સાંસદ પૂનમબેન માડમનું સ્વાગત કર્યું હતું અને સમગ્ર બેઠકનું વાંચન તેમજ આભાર વિધિ ડી.આર.ડી.એ.ના નિયામક એ.પી.વાધેલાએ કરી હતી.