મહાપાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગની ટીમોએ સમજણ આપી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી
જામનગર શહેરમાં રેકડીઓ પર વેચાતા ખાદ્યપદાર્થ સ્વચ્છ અને સુદ્ઢ હોય તે માટે કમિશ્નર દ્વારા ચાલું કરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે ગુરૂવારે જામનગરમાં આરોગ્ય અને ફુડવિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રેકડીધારકોને સમજણ આપી ચેતવણી આપી હતી. જામનગર શહેરના સેન્ટ એન્સ વાળી ગલી,સટ્ટા બજાર, ચાંદીબજાર, તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક,હવાઇચોક વગેરે વિસ્તારોમાં નાસ્તાઓની ઢગલાબંધ રેકડીઓ ઉભી રહે છે. આ રેકડીધારકો ખાદ્યસામગ્રી સ્વચ્છ રાખે છે તે જોવા પહેલા તેને નોટીસ અપાયા બાદ આજે મહાપાલિકાના ફુડ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ જઇ રેકડીધારકોને હાથમાં ગ્લોસ પહેરી,પસ્તીનો ઉપયોગ ન કરવો, આરઓનું પાણી વાપરવું,ડસ્ટબીન રાખવી વગેરે સુચના આપી હતી.જેનું પાલન ન થવાથી કાર્યવાહી કરવાની પણ ચિમકી આપી હતી.મહાપાલિકાના આ નવતર પ્રયોગથી રેકડીધારકો પણ ખુશ થયા હતાં.