• જિલ્લા કાનુની સેવામંડળ અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડની સંકલન બેઠક યોજાઈ
  • ઈન્ચાર્જ મુખ્ય ન્યાયધીશ જે.ડી. સુથાર, અધિક જજ બી.બી. જાદવ, ચીફ જયુ. મેજીસ્ટ્રેટ તાપીયાવાલા અને કાનૂની સેવા સત્તામંડળના એન.એચ. નંદાણીયા

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ  અને  જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ  દ્વારા સંકલનની મિટિંગ યોજાઈ ગઈ છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ, તથા જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ – રાજકોટ  દ્વારા જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015 અન્વયે હિસ્સેદાર સંસ્થાઓની સંકલન મીટીંગ તાજેતરમાં  ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ  અને ઇન્ચાર્જ ચેરમેન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ  જે.ડી. સુથારના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય અતિથી કલેકટર  અરુણ મહેશ બાબુની ઉપસ્થિતમાં યોજાય હતી.

આ સંકલન મીટીંગમાં અધિક જીલ્લા ન્યાયાધીશ રાજકોટ   બી.બી. જાદવ,  ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ રાજકોટ   એ.આર. તાપીયાવાલા , રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી  એન.એચ. નંદાણીયા હાજર રહ્યા હતા.

આ મીટીંગ માં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓની કામગીરી, અને તે સંબંધે કાથદાકીય જોગવાઈઓ અને જવાબદારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી તેમજ આ સંસ્થાઓના કાર્ય અંગેના પરસ્પર સંકલન બાબતે તથા ઉદભવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

સંકલન મિટિંગ 3

જીલ્લા કલેકટર  , અરુણ મહેશ બાબુએ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યરત સંસ્થાઓના પરસ્પર સંકલન બાબતે જણાવેલ તેમજ સદર કાયદાના યોગ્ય અમલીકરણ થવા અને બાળકોના હક્ક અધિકાર અને તેમના પુન:સ્થાપન માટે. જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓની કામગીરી અને તેઓના સંકલન બાબતે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ઇન્ચાર્જ ચેરમેન અને ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા ન્યાયધીશ  જે.ડી.સુથારે બાળકોના અધિકાર બાબતે કાયદાકીય જોગવાઈઓ સંબંધે પ્રાસંગિક પ્રવચન આપેલ. તેમજ પ્રોબેશન ઓફિસર,  રાજકોટ  એ.યુ. ગોસ્વામી દ્વારા જુવેનાઇલ જસ્ટીમ એક્ટ ,2015 હેઠળ કાર્યરત સંસ્થાઓની કામગીરી તેમજ બાળ કલ્યાણ યોજનાઓ સંબંધી વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ ના પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ એ.કે. સંઘવીએ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સંબંધે પોલીસ દ્વારા કરવાની કાર્યવાહી બાબત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ની જોગવાઈઓ તેમજ રૂલ્સ નું વિગતવાર નું માર્ગદર્શન આપેલ હતુ.

કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યરત સંસ્થાઓને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે ની ચર્ચા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ નું સંચાલન  પી.એમ જૈન તથા  એન.ડી.જોષીપુરા એડિશનલ સીવીલ જજ   રાજકોટ દ્વારા કરવામાં આવેલ હતું.

સંકલન મીટીંગમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યઓ , સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ,  રાજકોટ શહેર તથા ગ્રામ્યના નોડલ ઓફિસર, જીલ્લા બાળ સુરક્ષા એક્રમના અધિકારીઓઓ તેમજ બાળ કલ્યાણ  સાથે સંકળાયેલી સંસ્થાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.