વર્ષોથી રેલ્વે સ્ટેશનો પર “યાત્રી કૃપિયા ધ્યાન દે આને વાલી શતાબ્દી એક્સપ્રેસ પાંચ મિનિટમેં આયેગી એવું સાંભળ્યું જ હશે, જો બોરિંગ ડાયલોગને બદલે રાહુલ-સિમરનના રોમેન્ટીક ડાયલોગ સાંભળ્યા મળે તો ?
એક નાની એવી ભૂલને કારણે મુસાફરોનો જીવ જઇ શકે છે, એવામાં યાત્રીઓને સમજાવવા માટે પ્લેટ ફોર્મ પર ટ્રેન ઉભી હોય ત્યારે જ ચઢવું અને ઉતરવું, જેના માટે રેલ્વે સ્ટેશનો પર શાહરુખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ફિલ્મનો ફેમસ ડાયલોગ ‘જા સિમરન જા…..જી લે અપની જિંદગી’. આ ડાયલોગને રિઇન્વેન્ટ કરીની તેની અમલવારી કરવામાં આવશે.
જલ્દી જ આ પ્રકારના ડાયલોગ કટિહાર સહિત અન્ય મોટા રેલ્વે સ્ટેશનો પર સંભળાશે અને લોકો માટે થતી દુર્ધટનાઓને અટકાવાશે. અને લોકોને વધુને વધુ જાગૃત કરાશે. કારણ કે ટી.વી. સિરિયલના ડાયલોગ સરળતાથી લોકોને યાદ રહી જતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ફિલ્મો અને ટેલિવિઝન ડાયલોગના સ્લોગનના રુપમાં તેને થોડુ ફેરવીને રજૂ કરવામાં આવશે. ઉતાવળમાં યાત્રીઓ પોતાનો જીવ જોખમમાં ન મૂકે અને ચાલુ ટ્રેને ન ચડે માટે દુર્ધટના ન સર્જાય એટલે પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી હોય ત્યારે જ ચઢવા અને ઉતરવા માટે લોકોને પ્રેરવા માટે ફિલ્મી ડાયલોગોનો.