‘તુ પિતાજીને કેમ તારા ઘેર આવવા દે છે’ તેમ કહી ભાઈએ કર્યો હુમલો
જસદણમાં આવેલા જૂના માર્કેટીંગ યાર્ડ પાસે ભાદર નદીના કાંઠે પિતૃ ફરજ બજાવવાના બદલે ભાઈએ બહેન પર છરીના ઘા મારી ગંભીર ઈજા કરતા ભાઈ સામે જસદણ પોલીસમાં ગુનો નોંધાયો છે.બનાવ અંગેની વિગત મુજબ જસદણમાં જૂના માર્કેટીંગ યાર્ડ પાસે ભાદર નદીના કાંઠે રહેતી હંસાબેન દેવજીભાઈ ઉગરેજીયા ઉ.૩૫ નામની વિધવા અને તેનો નાનો ભાઈ હિતેષ પોતાના ઘરે બેઠા હતા ત્યારે તેનો સગો ભાઈ વિનોદ ઉર્ફે વિનુ દેવાભાઈ કુમારખાણીયા તથા આવી હંસાબેનને કહેલ કે તુ પિતાજીને કેમ તારા ઘરે આવવા દે છે તેમ કહેતા હંસાબેનએ કહેલ કે પિતા આપણા બંનેના છે તેતો મારા ઘરે આવવાના છે તેમ કહેતા તેનો સગો ભાઈ વિનોદ ઉર્ફે વિનુ એકદમ ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો આપી પેન્ટનાં નેફામાંથી છરી કાઢી હંસાબેનને પેટના પડખાના ભાગે
છરીના ઘા મારી ગંભીર ઈજા કરી હતી. અને હાજર રહેલો નાનોભાઈ હિતેષ તેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા મારી ઈજા કર્યા બાદ ફળીયામાં પડેલ બાઈકમાં તોડફોડ કરી નુકશાન કરી નાસી જતા ગંભીર રીતે ઘવાયેલા ભાઈ બહેનને સારવારમાં સરકારી હોસ્પિટળમાં દાખલ કરવામાં આવ્યા હતા.બનાવ અંગેની જાર જસદણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે બહેનપર ખૂની હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.