એસોસીએટ જર્નલની આવક મુદ્દે રાહુલ અને સોનિયા ભીંસમાં ૨૯મી જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે

ફિલ્મ ‘આંસુ ઔર મુસ્કાન’ના ડાયલોગ ‘પીછે પડ ગયા ઈન્કમટેકસ્મ’ જેવી સ્થિતિ કોંગ્રેસના લીડર સોનિયા અને રાહુલ ગાંધી સાથે સર્જાઈ છે. એસોસીએટ જર્નલની આવક મુદ્દે માં-દિકરાને ઈન્કમટેકસે ભીંસમાં લીધા છે. રાહુલે એસેસ્મેન્ટ યર તરીકે રૂ.૬૮ લાખની આવક દર્શાવતા આઈટી રીટર્ન ભર્યું હતું. જો કે, રીએસેસ્મેન્ટ ઓર્ડર મુજબ ગાંધી પરિવારની ટેકસ લાયેબલીટી ૧૦૦ કરોડ જેટલી છે. પાર્ટીના લીડર ઓસ્કાર ફર્નાન્ડીસની આવક ૪૮.૯ કરોડ દર્શાવાઈ છે તો રાહુલની આવક માત્ર ૬૮ લાખ કેવી રીતે શકય છે.

સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના લીડર સામે ટેકસ રીએસેસ્મેન્ટની અરજી પણ કરવામાં આવી હતી. જેમાં સોનિયા ગાંધી તરફથી પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્ તરફેણમાં હતા. તેમણે કોર્ટમાં કહ્યું કે, એસેસ્મેન્ટ કરનાર અધિકારીઓ કોઈપણ જાતની એપ્લીકેશન કે મગજનો ઉપયોગ કર્યા વગર જ આવ્યા હતા અને તેમણે આપ મેળે નિર્ણય લીધો કે, રૂ.૧૪૧ કરોડની તેમની આવક એજીએલમાંથી આવે છે જેનું રીટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી.

સોનિયા અને રાહુલ ગાંધી અને ફર્નાન્ડીશ સામે રીએસેસ્મેન્ટ બાદ ૩૧મી ડિસેમ્બર બાદ ઓર્ડર આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનુસાર આ નિર્ણયને એબેયન્સ એટલે કે, હંગામી ધોરણે રાખવામાં આવશે. ટેકસ એસેસ્મેન્ટ જસ્ટીસ એ.કે.સીકરીની ખંડપીઠ દ્વારા કરવામાં આવ્યું હતું. ચિદમ્બરમે આઈટી અધિકારીને ખખડાવતા કહ્યું હતું કે, તેઓએ થોડીક સામાન્ય બુદ્ધિનો વપરાશ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે,રૂ.૧૪૧ કરોડમાંથી ૧૯૦૦ શેર તેઓ નોન પ્રોફીટેબલ ઓર્ગેનાઈઝેશનમાં ધરાવે છે. કંપનીની ચૂકવણીની રકમ ૯૦ કરોડ હતી પરંતુ આઈટી વિભાગે તેને ખોટી રીતે રૂ.૪૦૭ કરોડની મોટી રકમમાં ફીટ કરી દીધી હોવાનું ચિદમ્બરમે આક્ષેપ કર્યો હતો. વધુ સુનાવણી ૨૯મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.