જમ્મુ-કાશ્મીરમાં ખૂબ મોટા રાજકીય ફેરફારો આવી રહ્યા છે. નિર્મલ સિંહની જગ્યાએ કવિંદર ગુપ્તાને નવા ડેપ્યૂટી સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેઓ સોમવારે બપોરે 12 વાગે ઉપમુખ્યમંત્રી પદના શપથ લેશે. કવિંદર ગુપ્તાને સંઘની નજીકના માણસ માનવામાં આવે છે. કવિંદર ગુપ્તાને ડેપ્યૂટી સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી તે પછી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, કઠુઆ કાંડમાં પીડિત બાળકી અને તેના પરિવારને ચોક્કસ ન્યાય અપાવવામાં આવશે. નોંધનીય છે કે, કઠુઆ રેપ કેસ પછી જમ્મુ-કાશ્મીરના રાજકારારણમાં હોબાળો થઈ ગયો છે.
– કઠુઆ રેપ કેસ પછી પીડિપી અને બીજેપી સાથેના સંબંધો પણ ખરાબ થયા છે. બીજેપીના મંત્રીઓએ મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળા મંત્રીમંડળમાંથી રાજીનામું દેવુ પડ્યું છે. કઠુઆ કાંડ પછી બીજેપીનું આ પગલું ડેમેજ કંટ્રોલના ખાસ પ્રયત્ન તરીકે જોવા મળી રહ્યું છે.
– બીજેપી નેતા કવિંદર ગુપ્તાએ જણાવ્યું છે કે, પાર્ટીએ મારા પર વિશ્વાસ મુક્યો છે તેને હું જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ. કઠુઆમાં જે કાંડ થયો છે તેને ન્યાય અપાવવા માટે અમે સતત પ્રયાસ કરતા રહીશું. પીડિપી સાથેના તાલમેલ વિશે તેમણે કહ્યું છે કે, પીડિપી સાથે અમે સતત સારા સંબંધો બનાવવાનો પ્રયત્ન કરીશું. તે સાથે જ ગઠબંધન સરકારમાં પણ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com