Abtak Media Google News
  • ડે. મેયરના વોર્ડમાં ફરિયાદોનો ધોધ: 90 પ્રશ્ર્નો ઉઠયા
  • વોર્ડ નં.3માં લોક દરબારમાં આવાસ યોજનાના લાભાર્થીએ વ્યકત કરેલી લાગણીનો પડઘો: સ્ટે. ચેરમેન જયમીન ઠાકરની જાહેરાત

પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત  લાભાર્થીઓને આપવામાં આવતા કવાર્ટરના લાભાર્થીઓની માંગણીને  ધ્યાનમાં રાખી હવે આવાસ યોજનાને ટાઉનશીપ ના નામે ઓળખાશે. મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયર તમારા દ્વારે  લોક દરબારનું આજ વોર્ડ નં.3માં માં સંતોષી પ્રા.શાળા નં.98, રેલનગર, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.

આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મંત્રી ઈલાબેન પડીયા, વોર્ડ નં.3ના કોર્પોરેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉધરેજા, શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઈ રાવલ, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંજા, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, વોર્ડ એન્જીનિયર પાર્થ પરમાર, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મેતા, મેનેજર કૌશિક ઉનાવા, સિદ્ધાર્થ પંડ્યા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર નિલમ બેલીમ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.3ના પ્રભારી પૂર્વેશ ભટ્ટ, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી અભયભાઈ નાંઢા, ડો.હેમંત અમૃતિયા તથા વોર્ડ નં.3ના બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.3ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-90 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.

વોર્ડ નં.3ના નાગરિકો દ્વારા સિંચાઈ લગત, સફાઈ બાબત, વરસાદી પાણી ભરાવા અંગે, અન્ડરબ્રિજ-ઓવરબ્રિજ બનાવવા અંગે, ડામર રોડ કરવા બાબત, મેટલીંગ કરવા બાબત, રોડ ડિવાઈડર ખોલવા બાબત, નવા રોડ ખુલ્લા કરવા બાબત, આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી બનાવવા, રેલનગર વિસ્તારમાં આવેલ તમામ ટાઉનશીપમાં સોલાર સિસ્ટમ નાખવા માટે, વોર્ડ નં.3માં લાઈબ્રેરી અને સ્વિમિંગ પુલ બનાવવા માટે, રેલ્વે સ્ટેશનવાળો રોડ પહોળો કરવા, પોપટપરાનું નાલુ પહોળું કરવા અરજદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી.

વોર્ડના નાગરિકો દ્વારા વોર્ડ નં.3ના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને નાના મોટા કામો તરત કરી આપવા બદલ તેમજ રેલનગર અન્ડરબ્રિજના રીનોવેશન બાદ પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ કરી આપવા બદલ, વોકળાની નિયમિત સફાઈ કરવા બદલ, છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં સીટી બસની સુવિધા આપવા બદલ તમામ પદાધિકારીઓ અને વોર્ડ નં.3ના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.

આવાસ યોજનાને બદલે હવેથી ટાઉનશીપ શબ્દ વાપરવો. સીટી બસ સર્વિસ તેમજ દિશા સુચક બોર્ડમાં હવેથી આવાસ યોજનાને બદલે ટાઉનશીપ શબ્દ કરવામાં આવશે. વોર્ડ નં.3ના અરજદાર દ્વારા કરેલ રજુઆતને પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા જાહેર કરવામાં આવ્યું.

આવતીકાલે   વોર્ડ નં.4માં વોર્ડ નં.4, સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ પાર્કિંગ, મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ ખાતે મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.