વસુદેવ કુટુંબકમ, ની સંસ્કૃતિ અને વિરાસત ધરાવતા આપણી સમાજ વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક કચાશ રહી ગઈ છે કે આપણે અશાંતધારા જેવી સામાજિક સુરક્ષાની કાયદાકીય જામીનગીરી ની જરૂર પડી રહી છે, અશાંત ધારો એ સામાજિક સુરક્ષા નો પર્યાય બનવું જોઈએ મકાનમાલિકો ની હાલાકી અને મિલકતોની સાથે સાથે સામાજિક શાંતિ માટે લાગુ થઈ રહેલા અશાંત ધારાના અમલ પહેલા આપણે સામાજિક ઉતરદાયિત્વ અને ઔચિત્યની જાળવણી એકબીજાની મર્યાદા રાખવાની આપણી સંસ્કૃતિ ને સમજવી જોઇશે. સમાન સિવિલ કોડ કોમન સિવિલ કોડ ના બદલે આપણે સમાજમાં કોમન સીવીલીયન બનીને રહેતા શીખી લઈએ તો આવા કાયદાઓને કોઈ જરૂર રહેતી નથી સામાજિક ધોરણે ખાસ કરીને ઘરની ખરીદી માં આપણે પહેલા એ વાતની જાણકારી મેળવવા ઉત્સુક હોઈએ છીએ કે જ્યાં આપણે રહેવા જઈએ છીએ તેના આસપાસ એટલે કે પડોશ માં કોણ રહે છે ?માત્ર ને માત્ર ખાનપાન અને રહેણી કહેણી થી જ પડોશમાં માં દુ:ખ ઊભા થતા નથી, પરંતુ ઘણીવાર સહિયારા ધોરણે કોમન પ્લોટ રસ્તાઓ અને જાહેર સુવિધાઓ ના વપરાશ માં રહેતા અલગ અલગ અભિગમના કારણે પણ પડોશમાં રહેતા લોકોનેસુખ ના બદલે સંતાપવધારે મળે છે ,કોમન સિવિલ કોડ ની આપણે જરૂર નથી આપણે પહેલા કોમન સિવિલિયન બનીને રહેતા શીખવું જશે પૂર્વ વડાપ્રધાન અને કવિ રદય સ્વર્ગસ્થ અટલબિહારી વાજપાઇ પાડોશી દેશ પાકિસ્તાન ના સંદર્ભમાં એક વખત ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે લોકતંત્રમાં આપણે આપણી ઇચ્છા મુજબ બધી વસ્તુ કરવા માટેસમર્થ છીએ હા એક વાત માં આપનું ક્યારેય ચાલતું નથી અને તેમાં કોઈ નું ચાલતું નથી કે તમને તમારા ગમતા પડોશી મળે ,પડોશી મળવા એ સંપૂર્ણપણે કુદરત અને સંજોગો ના હાથની વાત છે આપણે સગાસંબંધીઓ ના વિચાર સ્વભાવ અને આચારને જોઈને પસંદગી કરવાનો વિકલ્પ મેળવી શકીએ છીએ પરંતુ કોઈને સારા-નરસા પાડોશી મેળવવાની સ્વાય તત્તા મળતી નથી અને મળવાની પણ નથી અશાંતધારો સામાજિક સુરક્ષાનું પર્યાય બની શકે છે પરંતુ ખરેખર લોકોને કાયદા કાનુન ના રક્ષણ કરતા સમાન સિવિલ કોડ ની જરૂર નથી લોકો કોમન સીવીલીયન બનવાની જરૂર છે ગુજરાતમાં અશાંત ધારો લાગુ કરવા માટે સરકારના પરિપત્રને કાયદાઓના અમલથી મિલકતધારકોને પડતી મુશ્કેલીઓ નિયંત્રણમાં આવશે પડોશી કેવો છે તે જેવું હોય તેઓ સ્વીકારી લેવાની આપણી મજબૂરી છે કારણ કે મિલકત સ્થાવર હોય છે મિલકત હજુ મળી નથી આજુબાજુનો માહોલ બદલે કે ન બદલે મિલકત બદલતા નથી ત્યારે મિલકતને પહેલા લાગી જશે અને મિલકતો એકથી બીજી જગ્યાએ ફેરવવાની અશક્ય વાત શક્ય બને, ત્યારે કદાચ આવા કાયદાઓની જરૂર નહીં રહે અત્યારે મિલકતધારકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ગરજ ના ભાવે મકાન વેચીને દૂર ચાલ્યા જવાની ઉભી થતી પરિસ્થિતિ સામે કોઈને અન્યાય ન થાય તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, આપણે વારંવાર સમાન સિવિલ કોડ ની વ્યવસ્થા માટે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ પરંતુ સમાન સિવિલ કોડ ની જગ્યાએ જો આપણે કોમન સિવિલિયન બનીને આજુબાજુ રહેતા કોઈને પણ આપણાથી કંઈ તકલીફ ન પડે તેવું આચરણ કરતા થઈ જઈએ ત્યારે આપણે આવા કાયદાની જરૂર નહીં રહે સોસાયટી વિસ્તારમાં મકાન લેતા પહેલા સમાજ ધર્મ અને વર્ગની આ પૂછપરછ એક ફેશન બની છે સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે હાઉસિંગ સોસાયટી અને કોલોનીના આયોજકો પણ સમાજ ,વર્ગ જોઈને મકાન વેચાણ કરે છે ભલે આ વ્યવસ્થા સુચારુ ગણાય કે ઔચિત્યભંગ કરનારી પરંતુ આ હકીકત છે કે આજુબાજુનું વાતાવરણ ન બગડે તેવી રીતે વસાહતો ઊભી કરવાની ચોકસાઈ રાખવામાં આવે છે ,તેમ છતાં ક્યારેક ક્યારેક સમગ્ર વિસ્તારનું વાતાવરણ બગડે તેવો માહોલ ઊભો થઈ જાય છે ,અને લોકોને મને-કમને મકાનની ખરીદી અને વેચાણ માં ધર્મ અને જ્ઞાતિ જેવા પરિબળોને ધ્યાને લેવાની ફરજ પડે છે ,સમાન સિવિલ કોડ આવે કે ના આવે પરંતુ જ્યારે સમાજમાં તમામ લોકો કોમન સિવિલીન બની જશે ત્યારે આવા અશાંતધારા ની કોઈ જરૂરિયાત નહીં રહે, અલગ અલગ સંજોગોમાં રસ્તાઓ બ્લોક કરવાથી લઈને કોમન પ્લોટના ઉપયોગ અને સામૂહિક પરંપરાઓમાં એકબીજા સમુદાયના લોકોની ઇચ્છાઓનું સન્માન રાખવામાં આપણે ક્યાંક ને ક્યાંક કચાશ રાખી દઈએ છીએ ,સમાજના માપદંડો અને દ્રષ્ટિકોણમાં ’સ્વ’ બદલે જ્યારે ’ નો ભાવ આવી જાય ત્યારે આવા કાયદાઓને જરૂર નહીં રહે અશાંત ધારા નો અમલ સામાજિક સુરક્ષા નો પર્યાય બની રહેવો જોઈએ મકાન-માલીકની હાલાકી દૂર કરવા જે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યું છે આવી પરિસ્થિતિ જ ન સર્જાય તેવી સ્વેછિક સામાજિક વ્યવસ્થા ની આપણે જરૂર છે
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!