એક્સિસ બેન્ક, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા, યશ બેન્ક, એચડીએફસી, દેનાબેન્ક, આઇડીબીઆઇ, ધ રાજકોટ કોમર્શિયલ બેન્ક ઇન્ડઝઇન્ડ બેન્કના નવેમ્બર માસ પહેલાં રૂ.૨૪.૧૪ લાખ ભરણામાં આવ્યા

આંતકવાદને નાથવા, કાળુ ધન બહાર લાવવા અને જાલીનોટ નાબુદ કરવાના આશય સાથે ગત નવેમ્બર માસમાં ૧૦૦૦ અને ૫૦૦ના દરની ચલણી નોટ રદ કરવામાં આવી હતી. શહેરની જુદી જુદી નવ જેટલી બેન્કના ભરણામાં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન 24.14 લાખની જાલીનોટ ઘુસાડવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓસ્કાર રેસીડેન્સી મણીનગર મેઇન રોડ પર રહેતા અંકુરભાઇ રમેશભાઇ ત્રિવેદીએ શહેરની એક્સિસ બેન્ક, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા, યશ બેન્ક, એચડીએફસી, દેના બેન્ક, આઇડીબીઆઇ, ધ રાજકોટ કોમર્શિયલ અને ઇન્ડઝઇન્ડ બેન્કના નવેમ્બર-ડિસેમ્બરના ભરણામાં દરની ૧૬૪૧, ‚ા.૫૦૦ના દરની ૧૫૪૦ અને 1000દરની ૩૪ નોટ ડુપ્લીકેટ ધાબડી દેવામાં આવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે શહેરની જુદી જુદી નવ જેટલી બેન્કમાં  લાખની જાલીનોટ ઘુસાડવામાં આવ્યાનો ગુનો નોંધી પી.એસ.આઇ. કે.જે.ધડુક સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.