કોરોના જેવી અકળ અને તબીબો માટે પણ અઘરી એવી મહામારીથઈ અસરગ્રસ્ત સમાજ જીવન અને અર્થતંત્રને ફરી દોડતું કરવા રુ. ૨૦ લાખ કરોડનું પેકેજ કેન્દ્ર સરકારે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કર્યા પછી ગઇ કાલે ગુજરાતના પ્રજાભિમુખ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પણરૂ. ૧૪હજાર કરોડનું પેકેજ જાહેર કરી સમાજના લગભગ તમામ વર્ગની આર્થિક સ્થિતિની ચિંતાનો ઉકેલ આપ્યો છે. એક તરફ વિકસિત રાષ્ટ્રોમાં અરાજકતા અને વંશવાદના તોફાનો ચાલી રહ્યાં છે ત્યારે ભારતમાં આટલા મોટા પડકારનો પણ ધૈર્ય પૂર્વક સામનો થઇ રહ્યો છે એમાં અહીંની પ્રજા અને શાસકો વચ્ચેનું તાદાત્મ્ય કેટલું છે એનો વિશ્વને પરિચય થઇ રહ્યો છે.તેવું ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.
આ પેકેજ અંગે પ્રતિક્રિયા આપતાં વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી અને એમની ટીમે પેકેજ જાહેર કર્યું છે જેમાં પ્રોપર્ટી ટેક્સ ભરતા સામાન્ય માણસો પણ છે અને ટ્રાવેલ્સ સંચાલકો પણ છે. વેપાર, ઉદ્યોગ, નોકરિયાત તમામ વર્ગનું હિત જોઇને જાહેર થયેલું આ આત્મનિર્ભર ગુજરાત પેકેજ આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો માટે પણ એક મોડેલ તરીકે ઉપસી આવશે.
વિજયભાઇની સંવેદનશીલતા અને પ્રજાવત્સલતાનો આ પુરાવો છે. વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.
માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. કરિયાણા, તૈયાર કપડાં, મેડીકલ સ્ટોર, હાર્ડવેરના વેપારીઓ, વકીલો, ચાટર્રર્ડ એકાઉન્ટન્ટ, ટ્રાવેલ એજન્ટ, કોચીંગ ક્લાસ, ટ્રાન્સપોર્ટ, પ્રોવિઝન સ્ટોરને લોકડાઉનમાં આવક થઇ નહોતી. આ વેપારીઓને જુન, જુલાઇ અને ઓગસ્ટના ત્રણ માસનો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. ખાનગી બસ-ટ્રાવેલ સંચાલકોને તા. ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો રોડ ટેક્સ ભરવા માંથી મુક્તિ અપાશે. જેનો લાભ ૬૩ હજાર વાહન ચાલકોને મળશે.જેને લીધે આ ક્ષેત્રની આર્થિક સ્થિતિ પણ સુધરશે. ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ. ૧૯૦ કરોડની સબસીડીની રકમ ૩૧ જુલાઇ સુધીમાં ચુકવાશે. ઉપરાંત સોલાર રુફટોપ યોજના હેઠળ ૬૫૦૦૦ કુટુંબો માટેની.૧૯૦ કરોડની સબસિડી પણ ચૂકવવામાં આવનાર છે.
રાજુભાઇએ કહ્યું કે કૃષિ ક્ષેત્રને પણ સ્વભાવિક રીતે આ પેકેજમાં સમાવી લેવાયું છે. કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ. ૩૦,૦૦૦ સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે.
ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે .૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ પેકેજનું સૌથી આકર્ષક પાસું એ છે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટકો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. ગુજરાત ના અર્થતંત્ર અને પ્રજાને ને નવી શક્તિ,ગતિ અને વિકાસ ની એક નવી દિશા દેવાવાળા આત્મનિર્ભર રાહત પેકેજ માટે રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખુબ અભિનંદન સાથે પાઠવ્યા છે.