વોકહાર્ટ હોસ્પિટલમાં મહિલા તબીબોનું માર્ગદર્શન પ્રવચન યોજાયું
એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ્રમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજીત સમર કેમ્પમાં ભાગ લઇ રહેલ બહેનો માટે આરોગ્ય વિશેની સમજણ આપવા માટે આરોગ્ય જ સાચી સંપત્તિ અને ખોરાક વિશેની સમજણ આપવા વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ ઉપાઘ્યાયે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમર વેકેશનમાં યોજાતા વિવિધ વિષયો ઉપરના ટ્રેનીંગ કલાસીસ વિશેની માહિતી આપી હતી. વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલટન્ટ મીડીયા એન્ડ પી.આર. મનહરભાઇ મજીઠીયાએ વોકહાર્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર અને સુવિધાઓની માહિતી આપી બંને ડોકટરોનો પરિચય આપેલ હતો. આ કાર્યક્રમમાં પ૦૦થી વધારે બહેનોએ ભાગ લીધેલ હતો.
વોકહાર્ટ હોસ્પિટલના ફીઝીશ્યન એન્ડ ઇન્ટેન્સીવીસ્ટ ડો.ભૂમિ દવેએ આરોગ્ય એ જ સાચી સંપત્તિ વિષયે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલુ સુખ તે જાતે નર્યા એટલે કે આપણી તંદુરસ્તી આપણા જ હાથમાં છે. જો આપણે પોતે જ પોતાના સ્વાસ્થ્ય માટે બેદરકાર રહીશું તો તબીબ કે સગા-વ્હાલા કોઇ જ આપણી મદદ કરી શકશે નહીં. જેમ જેમ આર્થીક અને સામાજીક વિકાસ થતો જાય તેમ તેમ માણસ પરતંત્ર બનતો જાય છે.
જીવન ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે જેવુ થઇ ગયું. માણસને બધી જ વસ્તુઓ તાત્કાલીક મળે તેમ જોઇએ છે માટે ઇન્સ્ટન્ટ ફૂડ, રેડી ટુ ઇટ ફૂડ, પ્રી-કુકડ-પેકડ ફૂડ વગેરેનો વપરાશ રોજબરોજ વધતો જાય છે. જો આપણે સ્વાસ્થ્ય માટે સજાગ નહી થઇએ તો આપણે રોગોનો શિકાર બની જાય છે.
તેમજ વોકહાર્ટ હોસ્પિટલના સીનીયર ડાયટેશીયન સોનલ રાવલે ખોરાક વિશેની સમજણ વિષયે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શરીર માટે પાયાના પોષકતત્વો કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, વીટામીન, મીનરલ, પાણી જરૂરી છે. વ્યક્તિ દરરોજ જમવામાંથી ૫૦ થી ૬૦% કાર્બોહાઇડ્રેડ મેળવે છે.
પ્રોટીનથી શરીરનું બંધારણ થાય છે. અને ખાસ મસલ અને સેલના રીપેરીંગ સાથે વિકાસ માટે જરૂરી છે. પુરતા પ્રમાણમાં પ્રોટીન લેવાથી રોગપ્રતીકારક શક્તિ વધે છે તેમજ શરીરના ઘણા ફંકશનમાં મીનરલ્સ મહત્વનો ભાગ ભજવે છે તેની માત્રા વધવાથી અને ઘટવાથી ઘણા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. પુરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરની અંદર રહેવા બ્લડ ટેમ્પરેચરને મેઇન્ટેઇન રાખી શકાય છે.
કાર્યક્રમમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુનીલભાઇ કોઠારી, નીતીનભાઇ ભગદેવ, અશોકભાઇ દવે તેમજ વોકહાર્ટ હોસ્પિટલના મીડીયા એન્ડ પી.આર. ક્ધસલ્ટન્ટ મનહરભાઇ મજીઠીયા, માર્કેટીંગ એક્ઝીક્યુટીવ ધારાબેન સરવૈયા અને અંકિત ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જયેશભાઇ ઉપાઘ્યાયે આભાર દર્શન કરેલ હતું. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સ્ટાફ મેમ્બર્સ અને કાર્યકર્તાઓ અનસુયાબેન ત્રિવેદી, અલ્કાબેન ભગદેવ, માલાબેન સોની, તૃપ્તિબેન રાજવીર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,