ભારતમાં મુસ્લીમ સમુદાયની મહીલાઓને ન્યાય મળી રહે તે હેતુથી ત્રિપલ તલાકને નાબુદ કરવામાં આવ્યું છે. આ ઇન્સ્ટન્ટ તલાક દેવાની પ્રક્રિયાને ન્યાયીક રીતે નકકી કરી અને ત્યારબાદ જ તલાક મંજુર થઇ શકશે. જયારે કોર્ટમાં જે રીતે કેસો પડતર પડયા રહે છે અને ન્યાયીક પ્રક્રિયા ધીમી પડી રહીશે તે રીતે આ પડકાર જીલવા માટે ન્યાયીક પ્રક્રિયા પર સીધો જ ૧પ ટકા જેટલો બોજો વધી શકવાની સંભાવના વ્યથિત થઇ રહી છે.
દેશમાં કુલ વસ્તીના ૧પ ટકા મુસ્લીમો વસે છે આ પરથી આ કાયદો લાગુ પડતા કહી શકાય છે. અદાલતેમાં આવા ધરેલું મામલાઓ માટે ફેમેલી કોર્ટને પ્રાવધાન અપાય છે. જયારે ત્રિપલ તલાક કાયદાને ઘ્યાને લઇ ફેમીલી કોર્ટ પર અંદાજે ૧પ ટકા જેટલો બોજ વધવાની પણ શકયતા છે.
સાથે જ જે કાયદાની વાત કરી એ તો તલાક આપનાર વ્યકિત ખરેખર આ તલાક માટે લાયક છે કે નહી તેનું સર્વે કરશે સાથે જ ન્યાયિક દરેક પાસાને તપાસી આ નિર્ણયને માન્ય રાખવો કે નહી સાથે જ કઇ રીતે આ નિર્ણય શકય છે બન્ને તરફ કોઇપણને અન્યાય ન થાય તે રીતે ન્યાયીક નિર્ણય લેવા છે સાથે જયારે આ કેસ કોર્ટમાં ચાલતો હશે ત્યાં સુધી મહીલા અને તેના બાળકના ભરણપોષણની જવાબદારી તલાક આપનાર વ્યકિતની રહેશે જેથી લોકો હવે વિચારવા પણ લાગશે કે જે રીતે પહેલાના સમયમાં એક કરતા વધુ પત્નિઓ રાખવાની જે કુટેવ હતી તે પણ કયાંકને કયાંક ઓછી થશે.
આ કાયદો બનતાની સાથે જ જે ધારણા સેવાય રહી હતી એટલું જ હજુ તો અઠવાડીયું પણ પુરુ નથી થયું ત્યાં તો આ કાયદા હેઠળ પ્રથમ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયો છે.
આ કેસ જન્નત બેગમ પટેલ (ઉ.વ.૩૧) દ્વારા તેના પતિ ઇમ્તિયાઝ ધુલાબ પટેલ (ઉ.વ.૩પ) પર નોંધાવવામાં આવ્યો છે. વિગતવાર માહીતી આપતા પોલીસ ઇન્સ્પેકટર મધુકર જણાવે છે કે ૩૦ નવેમ્બર ૨૦૧૮ ના રોજ ફરીયાદીને વોટસ એપ મેસેજ દ્વારા તથા ફોન કરીને આરોપીએ તલાક આપ્યા હતા. જે હાલ બીજી સ્ત્રી સાથે મુંબઇમાં રહે છે. છેલ્લા આઠ મહીનાથી ફરીયાદી તેના માત-પિતા સાથે રહે છે.
તેણે જન્નત બેગમની એફઆરઆઇ સેકશન ૪ મુજબ નવા કાયદો કે જે મુસ્લીમ સમાજના રક્ષણ એકટ ૨૦૧૯ પ્રમાણે નોંધાવાય છે. જયારે તેના સાસુ રેહાના ધુલામ હુશેન અને નણંદ સુલતાના ધુલામ હુશેનની પણ આ ગુન્હામાં સામેલ કરેલ છે.
મિડીયા સાથેની વાતમાં વધુ જણાવ્યું હતું કે તેના પતિ દ્વારા તેને સાત માસના ગર્ભ હોવા છતાં પણ તલાક આપવામાં આવ્યા. આ આધાતને સહન ન થતાં તેના ગર્ભ પર અસર થતા બાળક જન્મ લે એ પહેલા જ ગુજરી ગયું હતું.
જયારે પુછવામાં આવ્યું કે તેના પતિની ધરપકડ અથવા તેને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે તપાસ હાથ ધરવામાં આવી છે જેથી કોઇ નિર્ણય લેવી એ તપાસ પરથી લેવાશે.
ત્યારે મુસ્લીમ મહિલાઓના
હિત માટે બનનાર કાયદો કાયદાકીય રીતે ફાયદાકારક નીવડે છે કે નહી અને આગામી સમયમાં આ
સમાજમાંથી કોર્ટમાં કેટલી ફરીયાદો થાય છે તે પણ આવનારો સમય જ બતાવશે.