અત્યારે સોશિયલ મીડિયા પરની સૌથી વધુ ફેમસ એપ Instagram છે. જ્યાં સૌથી વધુ એક્ટિવ યુઝર જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા સમયે સમયે અપડેટ આપીને નવા નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. આ ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ પોતાનું નવું વર્ઝન લાવી રહી છે. ઇન્સ્ટાગ્રામની માલિકીની કંપની ફેસબુક આ માટેનું વર્ઝન તૈયાર કરી રહ્યું છે, જે ખાસ કરીને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હશે. તેનો અર્થ એ છે કે, હવે સત્તાવાર રીતે બાળકો પણ ઇસ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. આ ફેરફાર કરીને, કંપની તેના પ્રોડક્ટને પહોંચ આગામી પેઢી સુધી લઈ જવા માંગે છે.
લોકપ્રિય એપ Instagramનો ઉપયોગ કરવા અથવા તેના પર એકાઉન્ટ બનાવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જ જોઇએ. રિપોર્ટ અનુસાર, કંપનીએ નવી એપની આંતરિક જાહેરાત કરવામાં આવી છે, BuzzFeed ન્યૂઝ અનુસાર કંપની Instagram કિડ્સ માટેની એપ લાવી શકે છે.
ફેસબુકના પ્રવક્તા જોય ઓસબર્ને કહ્યું, “મોટા ભાગના બાળકો તેમના માતા-પિતાને પૂછે છે કે, શું તેઓ કોઈ એવી એપનો ઉપયોગ કરી શકે છે, જેના દ્વારા તેમના મિત્રો સાથે કનેક્ટ થઈ ? બાળકોના માતા-પિતા પાસે વધુ વિકલ્પ તો નથી. તેથી ઇન્સ્ટાગ્રામ મેસેંજર કિડ્સ એપ પર કામ કરી રહ્યાં છીએ, જે બાળકો માટે યોગ્ય રહેશે અને જેનું સંચાલન તેમના માતા પિતા કરી શકશે.
મેસેંજર કિડ્સએ ફેસબુકની મેસેજિંગ એપ્લિકેશનનું બાળકો માટેનું વર્ઝન છે. કંપનીએ તેને 75થી વધુ દેશોમાં લોન્ચ કરી હતી. તેમાં પેરેંટલ કંટ્રોલ ઘણાં છે. જો કે, તાજેતરમાં આ એપ્લિકેશનમાં ભૂલોનો એક કિસ્સો સામે આવ્યો હતા, જ્યાં પેરેન્ટ્સની અનુમતિ ન હોવા છતાં પણ બાળકો ચેટ કરી રહ્યા હતાં.