જો તમને એમ લાગતુ હોય કે શહેરોનો યુવાવર્ગ જ ઇન્સ્ટાગ્રામ અને હેશટેગ્સ પાછળ ઘેલો છે તો તેવુ નથી બે મિનિટ ઇન્સ્ટાગ્રામ પર @voicesofmunsiari નામના એકાઉન્ટ પર જશો તો તમારી આ માન્યતા તુટી જશે.
– ઉપરાખંડમાં હિમાલયાની ખોળે વસેલુ એક સુંદર ગામ છે મુનસ્યારી આ ગામના કેટલાક યુવાઓ પોતાની ઇન્સ્ટાગ્રામ ચેનલ ચલાવે છે. જ્યાં તેઓ ઉત્તરાખંડની અત્યંત મનમોહક તસવીરો મુકે છે મર્યાદિત મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી તેમજ ઇંગ્લિશના સામાન્ય જ્ઞાન સાથે આ યુવાનો દુનિયાને જંગલો, પહાડો અને પોતાના રોજ બરોજના જીવનના બનાવ સંભળાવે છે આ ચેનલે હજુ સુધી ૧૦૦થી વધુ પોસ્ટ કરી છે જેના આશરે ૧૦૦૦ જેટલા ફોલોઅર્સ છે.
– આ ઇન્સ્ટાગ્રામ ચેનલ ૨૭ વર્ષિય ર્શિવ્યા નાથના ભેજાની ઉપજ છે . ર્શિવ્યાને દુનિયા ફરવાનો શોખ છે અને આ શોખને પૂરો કરવા માટે તેણીએ પોતાાની ડિજિટલ માર્કેટિંગની નોકરી પણ છોડી દીધી હતી.
– ર્શિવ્યા ગત વર્ષે મુનસ્યારી આવી ત્યારે તેણે અહીંની કુદરતી સુંદરતાથી પ્રભાવિત થઇને તેણે ગામના કેટલાક સ્માર્ટ ફોન ધરાવતા યુવાઓને પોતાના જીવન વિશે દુનિયાને જણવવા તૈયાર કર્યા હતા. આ યુવાનોને ઇન્સ્ટાગ્રામ કઇ રીતે કરવું તેની ટ્રેનિંગ પણ આપી હતી. અને ગામના લોકો ઇન્ટરનેટ અને ટેકનોલોજી તરફ વળી રહ્યા છે. તો બીજ તરફ ફુડ્સ બ્લોગર્સ, પ્રવાસીઓના ગૃપ પણ આવી ચેનલથી પ્રભાવીત થઇ ગામડાઓ તરફ આકર્ષિત થઇ રહ્યા છે.