પાંચ હજાર મહિલાઓ આપશે હાજરી; ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન; પ્રેરક ઉપસ્થિતિ; અગ્રણી બહેનો ‘અબતક’ના આંગણે

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વુમન્સ ડે નિમિતે આયોજન

પોલીસ સુરક્ષા સેતુ અને ખોડલધામ મહિલા સમિતિ રાજકોટના સંયુકત ઉપક્રમે ૮ માર્ચે વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જુદા જુદા ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને સન્માનિત કરવાની સાથે સાથે તેઓની કારકિર્દીમાંથી યુવતીઓ અને મહિલાઓને પ્રેરણા મળે તે હેતુસર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં આશરે પાંચ હજાર જેટલી મહિલાઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શાલીનીબેન પટેલ, અનારબેન પટેલ, અંજલીબેન ‚પાણી, મેયર બીનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસપી બલરામ મીણા અને રાજકોટ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી ડો.જનકસિંહ ગોહેલ હાજરી આપશે.

આ ઉપરાંત આમંત્રીત મહેમાનોમાં એ.એસ.આઈ./પી.એસ.આઈ/કોન્સ્ટેબલ (યુવતીઓ), પૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી/બાળ લગ્ન અને બાળ મજૂર અટકાયત અધિકારી અનીલાબેન પીપળીયા, મહિલા અગ્રણી મીતલબેન રાદડીયા, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને મંત્રી, લેઉવા પટેલ પરિવાર ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ અને મંત્રી અને કર્મચારી મંડળના પ્રમુખ અને મંત્રી ઉપસ્થિત રહેશે.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આગામી ૮ માર્ચ શુક્રવારે સત્યમ પાર્ટી લોન્સ, નાના મવા મેઈન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાશે. બપોરે ૩ કલાકથી ૭ કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. કાર્યક્રમમાં વકતા યોગીતાબેન ઠુંમર અને મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલનું વકતવ્ય રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ મહિલા સમિતિની બહેનો જહેમત ઉઠાવી રહી છે.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે. કાર્યક્રમનું કાર્યક્રમ પૂર્ણ થયે સ્વ‚ચી ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા સુમીતાબેન કાપડીયા, વર્ષાબેન રૈયાણી, અનુબેન રીબડીયા, લતાબેન ગોરસીયા, સ્વાતીબેન ગઢિયા અને રાહુલભાઈ ગિણોયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.