માણાવદર ના બસ સ્ટેશન રોડ ઉપર ઉનાળામાં છેલ્લા ૧૩ વર્ષ થી એકધારા છાશ વિતરણ જનસેવા મંડળ દ્વારા કરવામાં આવે છે ઉનાળામાં અમૃત સમાન છાશ પુરવાર થઇ રહી છે ઉનાળાનું અમૃત વિનામૂલ્યે વિતરણ કરાય છે આ છાશ વિતરણ માં માણાવદર ના ઉદ્યોગપતિ સ્વ. ચંદ્રકાન્તભાઈ દોશી ના ધર્મપત્ની ના સ્મરણાર્થ સ્વ. શ્રૃતિબેન ચંદ્રકાન્તભાઈ દોશી ના નામ સાથે થઇ રહયું છે જનસેવા મંડળ ને તમામ ખર્ચ રાજુ એન્જિનિયરિંગ ના વાળા રાજુભાઇ દોશી તરફથી આપવામાં આવે છે
આ છાશ વિનામૂલ્યે ૧૩ વર્ષ થી અપાઇ સવારે ૭ થી ૮ એક કલાકમાં ૨૦૦ થી ૩૦૦ લોકો લાભ લઇ રહયા છે માણસ પાસે સમય નથી દાનમાં પૈસા આપવા સહેલા પણ કાર્ય કરવું મુશ્કેલ છે ત્યારે જનસેવા મંડળ માં રમેશભાઈ કાનાબાર , રાજુભાઇ વાજા અને લાલાભાઈ સેવા આપી રહ્યા છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com