બંને સંતાનોનાં લગ્ન પ્રસંગે સ્નેહીજનોને નિમંત્રણ આપવા પ૦૦ કંકાત્રીનું વિતરણ
ગાંધીગ્રામના નડીયાપરા પરિવારે પુત્રોના લગ્ન પ્રસંગે ચકલીનાં માળા જેવી કંકોત્રી બનાવડાવીને તેનું વિતરણ કરી સમાજને નવો રાહ ચીંઘ્યો છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા નડીયાપરા પરીવારે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા હિરજીભાઇ વસ્તાભાઇ નડીયાપરા અને દેવજીભાઇ વસ્તાભાઇ નડીયાપરાએ કંકોત્રીને ચકલીના માળાનું સ્વરુપ આપી શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે.
દયાબેન અને હિરજીભાઇ નડીયાપરાના પુત્ર હિતેશનાં લગ્ન પુજા સાથે અને દેવજીભાઇ નડીયાપરાના પુત્ર દિપકના લગ્ન આરતી સાથે તા.૧૩ ના રોજ નિરધાર્યા છે. કંકોત્રીનો લગ્ન બાદ પણ સદઉપયોગ થાય તે માટે કંકોત્રીને માળાનું સ્વરુપ આપી તેનું વીતરણ કરવામાં આવ્યું છે. સામાન્ય કંકોત્રી છપાવવાનો ખર્ચ ૨૫ થી ૩૦ ‚ા થતો હોય છે જયારે ચકલીના માળા જેવી કંકોત્રીનો ખર્ચ ૧ર થી ૧પ ‚ા થાય છે. નડીયાપરા પરિવારે ૫૦૦ કંકોત્રીનું વિતરણ કર્યુ છે. અન્ય લોકો પણ આ પગલાને અનુસરે તેવો નડીયાપરા પરિવારે અનુરોધ કર્યો છે.