ગુજરાત રાજ્ય મહિલા આયોગ- ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા આયોજીત નારી સંમેલન શહેરના ટાઉનહોલ ખાતે યોજાયુ  

ગુજરાત રાજ્ય મહિલા આયોગ- ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આઇ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત જામનગર દ્વારા ટાઉનહોલ જામનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યાની ઉપસ્થિતિમાં તેમજ મહાનુભાવોની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી નારી સંમેલનનું ઉદઘાટન કરવામાં આવેલ હતુ.

IMG 1634જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, મહિલાઓને કાનુની બાબતની, મહિલા સ્વાવલંબનની, આરોગ્ય અંગેની વગેરે બાબતોની જાણકારી આ સંમેલનમાં નિષ્ણાંત મહિલા વક્તાઓ પાસેથી મળશે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીનો દર ઘટતો જાય છે. જે ખુબજ દુ:ખની બાબત છે. નારી વગરના સમાજની કલ્પના કરવી પણ અશક્ય છે. દરેક સ્ત્રીઓએ પોતાના હક્કો વિશે જાગૃતતા મેળવવી જોઇએ. બહેનોએ પોતાનામાં રહેલી શક્તિની આવડતનો ઉપયોગ કરી આર્થિક પગભર થવુ જોઇએ.

IMG 1644આ નારી સંમેલનમાં ચેતના સંસ્થાના નિધીબેન દેવાણી દ્વારા મહિલા સશક્તિકરણ વિશે, ભાવીશાબેન દ્વારા કાઉન્સિલ પોલીસ બેઇઝ સપોર્ટર સેન્ટર વિશે તેમજ ખ્યાતીબેન દ્વારા નારી અદાલતની સમજ અંગે નારી સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આઇ.સી.ડી.એસ., જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફીસરશ્રી ડો.ભગીરથ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતુ.

IMG 1642આ નારી સંમેલનમાં તાલુકા પંચાયત સભ્ય રેવતીબેન તેમજ જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી નારી સંમેલનને સફળ બનાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.