સદર પશુ દવાખાનું, ફૂલછાબ ચોક ખાતે કરૂણા અભિયાન-૨૦૨૧ કંટ્રોલ રૂમનો પ્રારંભ કરાવતા કલેકટર રેમ્યા મોહન
તા. ૧૩ થી ૧પ શહેરના ત્રિકોણબાગ, પેડક રોડ, આત્મીય કોલેજ પાસે, કિશાનપરા ચોક, માધાપર ચોકડી પાસે, સંસ્થાની કાયમી હોસ્પિટલ વગેરે સ્થળોએ સવારે ૯ થી ૭ વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરાશે
રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી મક્રર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા સદર પશુ દવાખાનું ફુલછાબ ચોક ખાતે કરુણા અભિયાન-૨૦૨૧ ના કંટ્રોીલ રૂમનો કલેકટર રેમ્યા મોહનના વરદ હસ્તે વિધિવત પ્રારંભ કરાયો.
રાજયભરમાં ઉતરાયણના તહેવાર દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી ચાર કરુણા અભિયાન શરુ કરાયું છે. તા.૧૦ મી ૨૦ મકર સંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન-૨૦૨૧ અંતર્ગત પશુ દવાખાનું, ફુલછાબ ચોક, રાજકોટ ખાતે કંટ્રોલ રુમ નું ઉદઘાટન આજે સવારે રાજકોટના જીવદયા પ્રેમી કલેકટર રેમ્યા મોહનએ દિપ પ્રાગટય કરીને કર્યુ હતું. જેમાં મિતલ ખેતાણી, જયેશ ઉપાઘ્યાય, પ્રતિક સંઘાણી, ચંદ્રકાંતભાઇ શેઠ, રમેશભાઇ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઇ શાહ, ઘનશ્યામભાઇ ઠકકર, ડો. માધવ દવે, ચંદ્રેશભાઇ પટેલ, રાહુલ ખીવસરા, ડો. શૈલેષ જાની, કેતન બોરીસાગર તથા સાથી ટીમ ઉ૫સ્થિત રહ્યા હતા.
મકર સંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા. ૧૪ તથા ૧પ જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ શહેરના ત્રિકોણબાગ (મો. નં. ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), પેડક રોડ (મો. નં. ૯૯૯૮૬ ૩૯૩૮૨), આત્મીય કોલેજ પાસે કાલાવડ રોડ (મો. નં. ૯૫૭૪૪ ૦૦૦૨૮), કિશાનપરા ચોક (મો. નં. ૯૫૭૪૪ ૦૦૦૨૮), માધાપર ચોકડી પાસે (મો. નં. ૯૫૭૪૪ ૦૦૦૨૮), તથા સંસ્થાની કાયમી નિ:શુલ્ક એનલમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્ના પાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી મો. નં. ૯૮૯૮૦ ૧૯૦૫૯/ ૯૮૯૮૪ ૯૯૯૫૪), એમ કુલ છ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સુધી શર કરાશે જેમાં ડો. અરવિંદ ગડારા, ડો. અરુણ ગામેતી, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા તેમજ જુનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત ડોકટર્સ ડો. શિવાજી તાલેકર, ડો. ગૌરાંગ માથુકીયા તથા રવિ બારીયા, વિકાસ મકવાણા, મયુર જાદવ, ચીરાગ જીવાણી, અંકુશ માયાણી, કમલેશ સોનાગરા, સહીતની સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પનો આર્થિક સહકાર આદિજીન ધર્મ યુવક ગ્રુપના જયેશભાઇ શાહ (જરીવાલા) સિઘ્ધાર્થભાઇ, ભરતભાઇ, હિતેશભાઇ તથા તેમની ટીમનો મળ્યો છે. વિશેષ માહીતી માટે મિતલ ખેતાણી મો. નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંધાણી મો. નં. ૯૯૯૮૦ ૩૦૩૯૩, તથા એનીમલ હેલ્પલાઇન મો. નં. ૯૮૯૮૦ ૧૯૦૫૯/ ૯૮૯૮૪ ૯૯૯૫૪) નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.