પરીક્ષાની તૈયારી અર્થે આવતા વિદ્યાર્થીઓને અપાશે રોકડ પુરસ્કાર
સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારની પરીક્ષામાં વધુને વધુ સંખ્યામાં ઉર્તિણ થાય તે ક્રિષ્ના એકેડેમીનું લક્ષ્ય
વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની સાથે તેમનો સર્વાંગી વિકાસ એ ક્રિષ્ના એકેડેમીનો મુખ્ય હેતુ
સરકાર હાલ શિક્ષણ નીતિમાં અનેકવિધ પ્રકારે ફેરફાર કર્યા છે જેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શકય થાય અને તેઓ તેમની કારકિર્દીને ખુબ સારી રીતે ઘડતર કરી શકે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા હાલ દેશના નવયુવાનો પોતાની કારકિર્દીને સુરક્ષિત કરવા માટે સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત અને પ્રયત્નો કરતા હોય છે. આ સ્થિતિને ધ્યાને લઈ દેશમાં અનેકવિધ સંસ્થાઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ કરાવતા હોય છે પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો નામાંકિત સિંહાર ગ્રુપની ક્રિષ્ના એકેડેમી સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું એક ઉત્તમ સ્થાન તરીકે પ્રસ્થાપિત થયું છે. ૨૦૧૩માં શરૂ થયેલી ક્રિષ્ના એકેડેમી સૌપ્રથમ આહિર સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી તેઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. ક્રિષ્ના એકેડેમીનું માનવું હતું કે, દરેક ઓફિસમાં આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરતો એક વ્યકિત હોવો જોઈએ જે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોના કાળ દરમિયાન ફિઝીકલ એજયુકેશન એટલે કે કલાસરૂમ શિક્ષણ બંધ થતા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેનો લાભ હવે માત્ર આહિર સમાજ પુરતો જ સીમીત રહેતો નથી પરંતુ અન્ય સમાજના લોકો અને અન્ય વર્ગના લોકો પણ આ કાર્યમાં એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે ક્રિષ્ના એકેડેમીમાં જોડાઈ શકે છે. આહીર સમાજ દ્વારા પ્રેરીત ક્રિષ્ના એકેડમીમાં નિર્માણ પાછળ અનેક વિધ સમાજના અગ્રણીઓ જોડાયા છે. જેમાં લાબુભાઈ ખીમાણીયા,દિલીપભાઇ સિંહાર ,નાગદાનભાઈ ચાવડા,રામભાઇ ગરૈયા,પ્રવીણભાઈ ભેડાઅને ગિરીશભાઈ ગોરીયાનો સિંહ ફાળો રહ્યો છે
રાજકોટ અને સૌરાષ્ટ્રની જયારે વાત કરવામાં આવે તો ઘણીખરી સંસ્થાઓ ખુબ જ વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી લેતી હોય છે જેમાં વર્ગ-૨, વર્ગ-૩, જીપીએસી અને યુપીએસી માટેની પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવતી હોય છે ત્યારે ક્રિષ્ના એકેડેમી વિશે જો માહિતી એકત્રિત કરવામાં આવે તો નિસ્વાર્થ ભાવે ચાલતી ક્રિષ્ના એકેડેમી સંસ્થા માસિક ૬૦૦ રૂપિયાની નજીવી રકમ થકી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ કરાવવા માટે પ્રયત્નશીલ સાબિત થયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આવતા વિદ્યાર્થીઓ સરકારી નોકરીને પ્રાપ્ત કરવા માટે જીજાનથી મહેનત કરતા હોય છે પરંતુ ઘણીખરી વખત જે પુરતી જાગૃતતા કોઈ૫ણ વિષય અને કોઈ૫ણ સરકારી પરીક્ષા માટે હોવી જોઈએ તેનો અભાવ પણ જોવા મળે છે. ગુજરાત રાજય સિવાયના દેશના રાજયોમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું વલણ ખુબ જ સ્પષ્ટ જોવા મળે છે અને વિદ્યાર્થી ધોરણ ૧૨ પૂર્ણ કરતાની સાથે જ તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે જેના પરીણામ સ્વરૂપે ગુજરાત સિવાયના અન્ય રાજયોનાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે સફળતા પ્રાપ્ત કરે છે. બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાની જયારે તૈયારીઓ કરવામાં આવતી હોય તે સમયગાળામાં યોગ્ય પ્રશિક્ષણ આપવું એ પણ એટલું જ જરૂરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ શું ન વાંચવું અને શું ન ભણવું એ જાણવું એટલું જ જરૂરી છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં જો કોઈ ઉતમ સ્થાન હોય તો તે ક્રિષ્ના એકેડેમી છે.
ક્રિષ્ના એકેડેમી હવે માત્ર આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે જ સિમીત નથી: વિવેકભાઈ સિંહાર
સિંહાર ગ્રુપ અને ક્રિષ્ના એકેડેમીના વિવેકભાઈ સિંહારે અબતક સાથેની વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ક્રિષ્ના એકેડેમી વર્ષ ૨૦૧૩માં શરૂ કરવામાં આવી હતી કે જે પ્રથમ તબકકામાં માત્ર આહિર સમાજ પુરતી જ સીમીત હતી અને તે સમયગાળા દરમિયાન જે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો લેવામાં આવતા હતા જે સિંહાર સ્કુલ ખાતે જ લેવાતા પરંતુ હાલ જે રીતે કોવિડની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેના કારણે ફિઝીકલ એજયુકેશન આપવું એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કલાસરૂમ શિક્ષણ આપવું હાલ શકય નથી જેના કારણે હવે ઓનલાઈનના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેના કારણોસર હવે ક્રિષ્ના એકેેડેમી માત્ર આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે સિમીત નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિષ્ના એકેડેમીની શરૂઆત આહિર સ્ટુડન્ટ વેલફેર ગ્રુપના કાર્યક્રમથી શરૂ થઈ હતી જેનો પાયો ડે.કલેકટર બાંભણીયા દ્વારા આપવામાં આવ્યો હતો. તેમના વિચારને ચરિતાર્થ કરવા માટે સિંહાર ગ્રુપ અને નામાંકિત શિક્ષકો કે જેઓ ઈતિહાસ, ભુગોળ, અર્થશાસ્ત્ર, સંવિધાનમાં માહિર હોય તેમના સાથ-સહકાર થકી એકેડેમીની શરૂઆત કરવામાં આવી હતી. વિવેકભાઈએ વિશેષમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૫ સુધી ક્રિષ્ના એકેડેમી સિંહાર સ્કુલ ખાતે કાર્યરત હતી જયાં નિ:શુલ્ક ફી થકી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ કરાવવામાં આવતી હતી. તેઓએ વિશેષ રૂપથી જણાવ્યું હતું કે, નિ:શુલ્ક શિક્ષણનું મહત્વ ન જોવાતા માસિક ૬૦૦ રૂપિયાની ફી સાથે વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી તેનું મુલ્ય વિદ્યાર્થીઓ સમજી શકે. કોરોના કાળમાં સ્પર્ધાત્મક વર્ગોનું ચલણ પણ ઘટયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વિવેકભાઈના જણાવ્યા મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોર વિષયો સરખા હોય છે જેથી જે-તે વિષયનાં નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. હાલ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન મારફતે ક્રિષ્ના એકેડેમી સાથે જોડાયા છે તેઓને નિ:શુલ્ક દરે તમામ પ્રકારનું સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. અંતમાં વિવેકભાઈ સિંહારે જણાવ્યું હતું કે, ૧૯ ઓકટોબર એ મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે જેથી તેજ દિવસે સ્પર્ધાત્મક પરીક્ષાની પેટર્નમાં સંસ્થા દ્વારા ફેરબદલ કરવામાં આવી છે જેમાં દરેક વિષયના એક કલાકના લેકચરમાં ૪૦ મિનિટ અભ્યાસ અને ૨૦ મિનિટ રિયલ ટાઈમ કવીઝનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિજેતા થનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેઓએ માહિતી આપી હતી કે, ક્રિષ્ના એકેડેમીને જે સફળતા મળી છે તેમાં તેમના પિતા અને શિક્ષકો દ્વારા અપાયેલા નિ:સ્વાર્થ ભાવની સેવા મુખ્ય કારણ છે.
યોગ્ય માહિતી અને લેંગ્વેજ બેરીયર હટાવવામાં ક્રિષ્ના એકેડેમી અવ્વલ: ડો.પ્રભાત વાઘમશી
ક્રિષ્ના એકેડેમી અંગે માહિતી આપતા ડો.પ્રભાતભાઈ વાઘમશીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ક્રિષ્ના એકેડેમીની શરૂઆતથી જ તેઓ સંસ્થા સાથે જોડાયેલા છે. તેમના જણાવ્યા મુજબ હાલ વિદ્યાર્થીઓની સમજણ શકિતમાં પણ ઘણો સુધારો અને ફેરબદલ જોવા મળ્યો છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે રીતે કોવિડ પૂર્વે વિદ્યાર્થીઓને ફિઝીકલ એજયુકેશન એટલે કે કલાસરૂમ શિક્ષણ આપવામાં આવતું હતું તેનો તાગ હાલના સમયમાં અપાતા ડિજિટલ એજયુકેશન કોઈ દિવસ મેળવી નહીં શકે. તેમના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેમાનામાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે સાથો સાથ યોગ્ય વિષય માટેના જે પ્રઘ્યાપકો હોવા જોઈએ તેનો પણ અભાવ જોવા મળતા ધારી સફળતા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકતા નથી ત્યારે ક્રિષ્ના એકેડેમી આ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે આ સંસ્થામાં દરેક વિષયના મહારથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે સામે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઈંગ્લીશ ભાષાનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય છે જે વિદ્યાર્થીઓ માટે અડચણરૂપ છે જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને જો અંગ્રેજી ભાષાનું પ્રશિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવે તો પાસ થવાના રેશિયામાં ઘણો વધારો થઈ શકશે. તેમના જણાવ્યા મુજબ શાળામાં પણ વિદ્યાર્થીઓને વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. અંતમાં તેમના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમીમાં ૬૦ ટકા પુરુષ જયારે ૪૦ ટકા મહિલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગૌરવની વાત તો એ છે કે મહિલાઓ અને પુરુષોના સફળતાનો રેશિયો ૫૦ ટકા જેટલો જોવા મળે છે જે પ્રઘ્યાપકો માટે ઉર્જા અને પ્રોત્સાહન આપતું કાર્ય બન્યું છે. તેમના જણાવ્યા મુજબ પહેલા જ્ઞાતિ આધારીત કટ ઓફ માર્ક જોવા મળતા હતા પરંતુ હાલના સમયમાં હવે જ્ઞાતિ આધારીત કટ ઓફ માર્કમાં માત્ર નજીવો જ તફાવત જોવા મળે છે જેનો મતલબ એ છે કે તમામ જ્ઞાતિના લોકોને પુરતી તક મળી રહે.
ક્રિએટીવીટી અને ટીમ વર્ક ક્રિષ્ના એકેડેમીના માહોલમાં ચાર ચાંદ લગાવી દયે છે: ડો.તેજ બાણુગરીયા
ક્રિષ્ના એકેડેમીમાં બંધારણ અને અર્થવ્યવસ્થાના વિષયમાં અભ્યાસ કરાવતા ડો.તેજ બાણુગરીયાએ અબતક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૪ વર્ષથી ક્રિષ્ના એકેડેમી સાથે સંકળાયેલા છે અને ટીચીંગ એ તેમનો અત્યંત રસનો વિષય છે. તેમના જણાવ્યા મુજબ બે ગ્રુપના લોકો અભ્યાસમાં સૌથી વધુ ધ્યાન આપી અભ્યાસ કરતા હોય છે જેમાં પ્રથમ તો ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષા સફળતાપૂર્વક પાર કરવી તેમનો લક્ષ્ય હોય છે. એવી જ રીતે સરકારી નોકરી વાંચ્છુકો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. ડો.તેજ બાણુગરીયાના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમીમાં જે ટીમ વર્ક અને ક્રિએટીવીટી જોવા મળે છે તે સંસ્થાના માહોલમાં ચાર ચાંદ લગાવી દયે છે. તેમના જણાવ્યા મુજબ જે કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેઓએ બંધારણ અને અર્થશાસ્ત્રને જાણવું અને સમજવું એટલું જ જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ હાલના સમયમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં સફળતાનો રેશિયો સૌથી વધુ જોવા મળે છે. સંસ્થા જે રીતે નિસ્વાર્થભાવે પોતાનું કાર્ય કરે છે તેને જોતા વિદ્યાર્થીઓમાં જુસ્સો અને તે અંગેની હિંમતમાં પણ વધારો જોવા મળે છે. અંતમાં તેઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેઓએ મહત્વપૂર્ણ રીતે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે અભ્યાસ દરમિયાન શું વાંચવું જોઈએ કે શું ન વાંચવુ જોઈએ તો જ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. અંતમાં તેમના જણાવ્યા મુજબ હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાગૃતતામાં ઘણાખરા અંશે વધારો પણ જોવા મળ્યો છે અને તેમનું સ્તર પણ ઘણાખરા અંશે ઉંચુ આવ્યું છે.
ક્રિષ્ના એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ પૂર્ણત: શકય: દેવ સાધુ
ક્રિષ્ના એકેડેમી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ગુજરાતી વિષયનું પ્રશિક્ષણ આપતા પ્રઘ્યાપક દેવ સાધુએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ ક્રિષ્ના એકેડેમીમાં જે સેવા આપી રહ્યા છે તેનું મુખ્ય કારણ સંસ્થાનો નિ:સ્વાર્થ ભાવ છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા સતત ૧૦ વર્ષથી ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવવામાં આવે છે અને ક્રિષ્ના એકેડેમીમાં જે શિસ્ત જોવા મળે છે તેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ પણ સાથો સાથ થાય છે. તેમના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમીનો સ્પર્ધાત્મક પરીક્ષામાં જે સફળતાનો આંક છે તે સૌથી વધુ જોવા મળે છે જેનો શ્રેય અભ્યાસ કરાવતા પ્રઘ્યાપકો અને વિદ્યાર્થીઓના શીરે જાય છે. ગુજરાતના લોકો વ્યાપાર સાથે સંકળાયેલા છે જેથી તેઓને નોકરી અને તેમાં પણ સરકારી નોકરીની મહત્વના પહેલા સમજાતી ન હતી પરંતુ કોવિડ બાદ પરિસ્થિતિમાં ઘણાખરા અંશે બદલાવ જોવા મળ્યો છે અને વિદ્યાર્થીઓનો ઝુકાવ સરકારી નોકરી તરફ પણ વઘ્યો છે. જે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અંકે કરવી હોય તો તેઓએ પરીક્ષા અંગેની જાગૃતતા અને માનસિક સમૃદ્ધિ જાળવવી એટલી જ જરૂરી છે. ક્રિષ્ના એકેડેમીનો હેતુ એજ છે કે વિદ્યાર્થીઓ માત્ર ક્રિષ્ના એકેડેમીની આંગળી પકડે બાકી તેમની સફળતા માટેની તમામ મહેનત અને તૈયારીઓ સંસ્થા પૂર્ણ કરશે. અંતમાં દેવ સાધુના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમીમાં કામ કરવાની જે મજા આવે છે તેનું એક કારણ એ પણ છે કે સંસ્થામાં વિદ્યાર્થીઓની સાથે સાથે પ્રઘ્યાપકોનો પણ વિકાસ થાય જે ખરાઅર્થમાં સરાહનીય છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ મેળવવા માટે ક્રિષ્ના એકેડેમી પ્રથમ પગલું: સમીર બુંદેલા
છેલ્લા પાંચ વર્ષથી ક્રિષ્ના એકેડેમી સાથે સંકળાયેલા ઈંગ્લીશ વિષયના પ્રઘ્યાપક સમીર બુંદેલાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૭ વર્ષથી અંગ્રેજી વિષય વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે જે રીતે સીએ, સીએસની પરીક્ષામાં વિદ્યાર્થીઓની રૂચિ જોવા મળે છે તેની સાપેક્ષમાં હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્ર્નોતરીમાં ઈંગ્લીશ વિષયને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરતા હોય તેમનામાં માનસિક ડર બેસી જતો હોય છે કે ૨૦ થી ૩૦ માર્કસમાં પુછવામાં આવતા અંગ્રેજીના પ્રશ્ર્નો સહજતાથી કેમ હલ કરી શકાય પરંતુ હાલના સમયમાં વિદ્યાર્થીઓમાં ઈંગ્લીશ ભાષા અંગેના જ્ઞાનમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને તેમનામાંથી ડર પણ ધીમે-ધીમે વિસરી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં અંગ્રેજી વિષય ઉપર સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેમનું પ્રભુત્વ વધુ જોવા મળશે. અંતમાં તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ પણ હવે મુકત મને અંગ્રેજી વિષયને અપનાવે છે જેથી જે શિક્ષકો અંગ્રેજી વિષયનો અભ્યાસ કરાવતા હોય તેમનામાં તરવળાટ જોવા મળે છે. તેઓએ માહિતી પણ આપી હતી કે, જો સ્પર્ધાત્મક પરીક્ષામાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેમના માટે ક્રિષ્ના એકેડેમી સૌથી પ્રથમ પગલું હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરતી ક્રિષ્ના એકેડેમી સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા: દર્શિત ગોસ્વામી
ઈતિહાસ અને ભુગોળ વિષયનો અભ્યાસ કરાવતા પ્રઘ્યાપક દર્શિતભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ચાર વર્ષનો અનુભવ છે અને તેઓએ આ સમયમાં આશરે ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ઈતિહાસ અને ભુગોળ વિષયમાં અભ્યાસ કરાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમીનો મુખ્ય હેતુ એ છેકે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી છેવાડાના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. સાથો સાથ તેમના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમી સૌરાષ્ટ્રની એકમાત્ર એવી સંસ્થા છે કે જે ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી હોય. સાથોસાથ દર્શિતભાઈ ગોસ્વામીએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાત રાજયમાં ટેલેન્ટ પુષ્કર પ્રમાણમાં હોવા છતાં જે યુપીએસસીમાં જે સકસેસ રેશિયો હોવો જોઈએ તે ગુજરાતમાં જોવા મળતો નથી ત્યારે ક્રિષ્ના એકેડેમીનો લક્ષ્ય છે કે ગુજરાતમાં વધુને વધુ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષામાં ખુબ સારી રીતે ઉર્તિણ થઈ દેશની સેવા કરે. અંતમાં તેમના જણાવ્યા મુજબ ક્રિષ્ના એકેડેમી આવનારા દિવસોમાં વિવિધ પ્રકારના ઈનોવેશન થકી એનેીમીનેટેડ વિડીયો યુ-ટયુબ ઉપર ઉપલબ્ધ કરાવશે જેથી ચિત્રોના અને એનીમીનેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે. સાથો સાથ ક્રિષ્ના એકેડેમીનો એ પણ લક્ષ્ય છે કે કેન્દ્ર સરકારની પરીક્ષામાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ઘણાખરા પાછળ છે ત્યારે આ મેણુ કેવી રીતે દુર થાય તે દિશામાં પણ સંસ્થા હાલ કાર્ય કરી રહી છે.