પડધરી તાબેના મોવૈયા ગામે રહેતા જીઆરડી જવાન જાડેજા રણજીતસિંહ રઘુભાએ અનેક યુવાનોને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે. આ યુવાને અન્યોની જેમ મોજ શોખ કે પર્સનલ પાર્ટી માણવાને બદલે ગામના બાળકોને ભોજન કરાવી પોતાના ઘરે જ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી. તેમના આ કાર્યને બિરદાવવા પાડોશીઓ, ગ્રામ આગેવાનો તથા તેમના મિત્રોએ પણ તેમને સહયોગ આપ્યો હતો. જેમાં પડધરી તાલુકાના પત્રકાર એવા સતીષ વડગામા પણ હાજર રહી રણજીતસિંહને અભિનંદન પાઠવ્યા હતા.
આજના સમયમાં આવી ઉમદા વિચારસરણી ધરાવતા રણજીતસિંહ સ્વભાવે ખુબ સરળ, સેવાભાવી તથા ખુબ મહેનતું છે. અન્ય યુવાનો માટે ખરેખર એક પ્રેરણાદાયી કાર્ય કરી નવો રાહ ચિંઘ્યો છે.