સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમની સુરક્ષા અર્થે થયેલી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાણકારી અપાઈ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આઠ વિધાનસભા મતદાર વિસ્તાર દીઠ નિયુક્ત થયેલા સામાન્ય નિરીક્ષક ઓ અને ખર્ચ નિરીક્ષક ઓ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે જનરલ નિરીક્ષકશ્રીઓએ કણકોટ સરકારી ઇજનેરી કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આ તકે સર્વે નિરીક્ષક ઓએ સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારી પુરી પાડી હતી. આ મુલાકાતમાં સામાન્ય નિરીક્ષક નીલમ મીના, શિલ્પા ગુપ્તા, સુશીલકુમાર પટેલ, વી.વી. જ્યોત્સના, મિથીલેશ મિશ્રા, પ્રીતિ ગેહલોત, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.